વાવરિંકાને હરાવી રોજર ફેડરરે એટીપી ઇન્ડિયન વેલ્સ માસ્ટર્સ ટાઇટલ કર્યું પોતાને નામ

Sports

રોજર ફેડરરે અહીં રમાઇ રહેલી ઇન્ડિયન વેલ્સ ટેનિસ ટુર્નામેન્ટમાં પોતાના જ દેશના વાવરિંકાને ફાઇનલમાં હરાવી ટાઇટલ પોતાના નામે કરી લીધું છે.

રોજરર ફેડરરે વાવરિંકાને 6-4, 7-5, સેટમાં હરાવી પાંચમી વાર એટીપી ઇન્ડિયન વેલ્સ માસ્ટર્સની ટેનિસ ટૂર્નામેન્ટનું ટાઇટલ જીતી લીધું છે. ઓલ સ્વિસ ફાઇનલમાં જીત સાથે ફેડરરે અહીં નોવાક જોકોવિચના પાંચ ટાઇટલની બરાબરી કરી છે.

મહતપૂર્ણ છે કે નોવાક જોકોવિચ એક માત્ર ખેલાડી છે કે જેણે આ ટાઇટલ પાંચ વાર જીત્યું છે. સામાન્યપણે આ પહેલા ફેડરરે 2004, 2005, 2006, અને 2012 માં આ ટાઇટલ જીત્યું હતું.

ગયા વર્ષે જાન્યુઆરીમાં ઘુટણના ઓપરેશનને કારણે બહાર થયેલા ફેડરરે કમબેક કરતી વખતે ઓસ્ટ્રેલિયન ઓપનમાં પોતાનું 18 મું ગ્રાન્ડસ્લેમ ટાઇટલ જીત્યું હતું. 35 વર્ષના રોજર ફેડરર સૌથી વધારે સીનિયર એટીપી ખેલાડી છે. જેમણે એલિટ માસ્ટર્સ ટાઇટલ જીત્યું છે. ફેડરરે આંદ્રે અગાસીના રિકોર્ડને પણ તોડ્યો છે. જેમણે 34 વર્ષની ઉંમરમાં 2004 માં સિનસિનાટી માસ્ટર્સ ટાઇટલ જીત્યું હતું.

BLOG COMMENTS POWERED BY DISQUS
Sign up via our free email subscription service to receive notifications when new information is available.
{loadposition tab-1}
{loadposition tab-2}