આ અભિનેત્રીને સુમસાન ટાપુ પર લઇ જવા ઇચ્છે છે ભુવનેશ્વર કુમાર

Cricket

ભારતના ઝડપી બોલર ભુવનેશ્વર કુમાર બોલીવૂડ અભિનેત્રી શ્રદ્વા કપૂરને સુમસામ ટાપુ પર લઇ જવા ઇચ્છે છે. 

આઇપીએલ-10માં સનરાઇઝર્સ હૈદરાબાદના સ્ટાર બોલર ભુવનેશ્વર કુમાર ટૂર્નામેન્ટમાં શાનદાર બોલિંગ કરી રહ્યો છે ત્યારે ભુવનેશ્વર કુમારનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં એન્કર દ્વારા તેને ત્રણ લોકોના નામ પૂછવામાં આવે છે, જેની સાથે તે કોઇ સૂનસામ દ્વિપ પર સમય પસાર કરવા ઇચ્છશે. જેના જવાબમાં જે ત્રણ નામ તેણે લીધા, તેમાંથી બે નામોને સાંભળીને કોઇને નવાઇ નહીં લાગે કારણ કે, ભુવીની કરિયરમાં આકાર આપવામાં ટીમ ઇન્ડિયાના પૂર્વ કોચ રવિ શાસ્ત્રી અને પૂર્વ કપ્તાન મહેન્દ્ર સિંહ ધોનીનું મહત્વનું યોગદાન રહ્યું છે. પરંતુ, તેના મોંઢામાંથી ત્રીજુ નામ બોલીવૂડ અભિનેત્રી શ્રદ્વા કપૂરનું નિકળતા તમામને આશ્વર્યચકિત કરી દીધા છે. કારણ કે અત્યાર સુધી સામે નહોતું આવ્યું કે, તે બોલીવૂડ અભિનેત્રી શ્રદ્વા કપૂરની જોરદાર ફેન છે. ભુવી શ્રદ્વાની સાથે સુનસામ આઇલેન્ડ પર એકલો સમય પસાર કરતા ઇચ્છશે.

ઉલ્લેખનીય છે કે, ભૂવનેશ્વર કુમારે આઇપીએલની આ સીઝનમાં કુલ 15 વિકેટ લઇ પર્પલ કેપની દોડમાં સૌથી આગળ ચાલી રહ્યો છે.

 

BLOG COMMENTS POWERED BY DISQUS

Related News

Sign up via our free email subscription service to receive notifications when new information is available.
{loadposition tab-1}
{loadposition tab-2}