સતત પાંચ મેચ જીત્યા બાદ મુંબઇના કેપ્ટને આપ્યું મોટું નિવેદન

Cricket

ટ્વેન્ટી-20 લીગમાં સતત પાંચ મેચ જીત્યા બાદ મુંબઇના કપ્તાન રોહિત શર્માએ કહ્યું છે કે, તેની ટીમ આ સમયે કમાલની લયમાં છે અને તેઓ આગળની મેચોમાં પણ આ પ્રકારની લય જાળવી રાખવાનો પ્રયાસ કરશે.

મુંબઇના કપ્તાન રોહિત શર્માએ પંજાબ સામે આઠ વિકેટથી મળેલી જીત પર ખુશી વ્યક્ત કરતા કહ્યું કે, 199 રનના લક્ષ્યને 15 ઓવરમાં હાંસલ કરી લેવો અવિશ્વસનીય છે. રોહિત શર્માએ કહ્યું કે, આ મેચ કમાલની હતી અને આ મેચે મને 2014ની યાદ અપાવી હતી, જ્યારે અમે 190 રનનો લક્ષ્યનો આ રીતે 14 ઓવરમાં પીછો કર્યો હતો. પંજાબ માટે હાશિમ અમલાએ શાનદાર શતકીય ઇનિંગ્સ રમી પરંતુ, અંતમા અમે વિજેતા રહ્યાં.

મોટા લક્ષ્યનો સફળ પીછો કરવા પર રોહિત શર્માએ કહ્યું કે, પંજાબનો મોટો સ્કોર બાદ ટીમે એ ચર્ચા કરી કે, આ નાનુ ગ્રાઉન્ડ છે અને ટીમના બેટસમેન આ લક્ષ્યને પાર કરી શકે છે. તેણે કહ્યું કે, પ્રારંભિક છ ઓવરથી સ્પષ્ટ થઇ ગયું હતું કે, ટીમ જીતી શકે છે. પાર્થિવ પટેલ અને જોસ બટલરે સારી શરૂઆત અપાવી હતી. જો કે, બોલરોને લઇને રોહિત શર્માએ વધુ ચિંતા વ્યક્ત કરી ન હતી પરંતુ, આ દિશામાં સુધારાની વાત કરી હતી. તેણે કહ્યું કે, અમે બહું ચિતિંત નથી કારણ કે અમારા બોલર મેચ વિજેતા સાબિત થયા છે અને તેઓ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પણ આ પ્રકારનું રમે છે. જો કે, તેમના પર ઘણું દબાણ હતું. અમને વિશ્વાસ છે કે, આગામી મેચોમાં પણ અમે આ પ્રકારનો દેખાવ કરીશું.

 

BLOG COMMENTS POWERED BY DISQUS

Related News

Sign up via our free email subscription service to receive notifications when new information is available.
{loadposition tab-1}
{loadposition tab-2}