હાશિમ અમલાની સદી એળે ગઇ, પંજાબને હરાવી ટૉપ પર પહોંચ્યું મુંબઇ

Cricket

જોસ બટલર અને નીતિશ રાણાની આક્રમક અર્ધ સદીની મદદથી ઇન્દોરમાં રમાયેલી આઇપીએલની 22મી મેચમાં ગુરૂવારે મુંબઇ ઇન્ડિયન્સે કિંગ્સ ઇલેવન પંજાબને આઠ વિકેટથી હાર આપી હતી. પંજાબના 198/4 લક્ષ્યનો પીછો કરતા મુંબઇની ટીમે 15.3 ઓવરમાં 2 વિકેટ ગુમાવી લક્ષ્ય હાંસલ કર્યો હતો.

ઇન્દોરના હોલ્કર સ્ટેડિયમમાં ગુરુવારે રમાયેલી આઇપીએલ-10ની 22મી મેચમાં પ્રથમ બેટિંગ કરતા કિંગ્સ ઇલેવન પંજાબની ટીમે હાશિમ અમલાની અણનમ સદીની મદદથી નિર્ધારિત 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવી 198 રન બનાવ્યા હતા. અમલાએ 60 બોલમાં 8 ચોગ્ગા અને 6 છગ્ગાની મદદથી અણનમ 104 રન બનાવ્યા હતા. જ્યારે માર્શએ 26, રિદ્વિમાન સાહાએ 11, કપ્તાન ગ્લેન મૈક્સવેલે 40 અને અક્ષર પટેલે 4 રનનું યોગદાન આપ્યું હતું. મુંબઇ તરફથી સૌથી વધુ 2 વિકેટ મેકલેરેઘનને મળી હતી. જ્યારે હાર્દિક પંડ્યા અને જસપ્રીત બૂમરાહને 1-1 વિકેટ મળી હતી.

પંજાબે આપેલા લક્ષ્યનો પીછો કરતા મુંબઇના ઓપનરો પાર્થિવ પટેલ અને જોસ બટલરે ટીમને શાનદાર શરૂઆત અપાવી હતી. બંનેએ પ્રથમ વિકેટ માટે 5.5 ઓવરમાં 81 રનની ભાગીદારી કરી હતી. 18 બોલમાં 4 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 37 રન બનાવનાર પાર્થિવ પટેલ આઉટ થયા બાદ બટલર અને નીતિશ રાણાએ મોરચો સંભાળ્યો હતો. બંનેએ બીજી વિકેટ માટે મહત્વપૂર્ણ 85 રનની ભાગીદારી કરી હતી ત્યારે 37 બોલમાં 7 ચોગ્ગા અને 5 છગ્ગાની મદદથી 77 રને રમી રહેલો બટલર આઉટ થતાં ટીમે 166 રનના સ્કોરે બીજી વિકેટ ગુમાવી હતી. બાદમાં રાણા અને હાર્દિક પંડ્યાએ ટીમને જીત અપાવી હતી. રાણા 34 બોલમાં 7 છગ્ગાની મદદથી 62 રને અને હાર્દિક પંડ્યા 4 બોલમાં 2 ચોગ્ગા અને 1 છગ્ગા વડે 15 રને અણનમ રહ્યો હતો. મુંબઇની ટીમે 2 વિકેટ ગુમાવી 15.3 બોલમાં 199 રન બનાવ્યા હતા. પંજાબ તરફથી ઇશાંત શર્મા સૌથી મોંઘો બોલર સાબિત થયો હતો. તેણે 4 ઓવરમાં 58 રન આપ્યા હતા. મેન ઓફ ધ મેચનો પુરસ્કાર જોસ બટલરને અપાયો હતો. 

નોંધપાત્ર છે કે, મુંબઇ ઇન્ડિયન્સની આ સતત પાંચમી જીત છે જ્યારે કિંગ્સ ઇલેવન પંજાબની સતત ચોથી હાર છે. 

BLOG COMMENTS POWERED BY DISQUS

Related News

Sign up via our free email subscription service to receive notifications when new information is available.
{loadposition tab-1}
{loadposition tab-2}