ધોની જેવા ખેલાડીઓનું હમેશા સન્માન કરવું જોઇએ: રૈના

Cricket

મહેન્દ્ર સિંહ ધોની જેવા ખેલાડીઓનું હમેશા સન્માન કરવું જોઇએ એમ આઇપીએલમાં ગુજરાત લાયન્સની ટીમનું પ્રતિનિધિત્વ કરનાર સુરેશ રૈનાએ કહ્યું હતું.

ચેન્નઇ સુપર કિંગ્સમાં ધોનીના નજીક રહેલા રૈનાને પોતાના કપ્તાનની કમી નથી સાલતી પરંતુ, તે રાઇજિંગ પુણે સુપરજાયન્ટ્ની કપ્તાનીથી તેને હટાવવાની પદ્વતિથી તે ઘણો નિરાશ છે. રૈનાએ કહ્યું કે, હું નિરાશ હતો. તેમણે દેશ માટે અને આઇપીએલ ટીમો માટે આટલું સારું કામ કર્યું છે. તેમનું દરેક જગ્યાએ સન્માન કરવું જોઇએ. આ મારા કહેવાની વાત નથી પરંતુ, સમગ્ર દુનિયા આ કહે છે. રૈનાએ ક્હ્યું કે, ભારતીય ટીમ અને ચેન્નઇ સુપર કિંગ્સમાં તેની સાથે ડ્રેસિંગ રૂમ શેર કર્યા બાદ તમે જાણી શકો છો કે, મુશ્કેલ તબક્કામાં શું થાય છે. તેમનું (ધોની)એક ખેલાડી તરીકે સન્માન થવું જોઇએ. કોઇ પણ વ્યવસાયમાં, પછી તે ખેલાડી હોય કે પત્રકાર, તમારે તેનું સન્માન કરવું જોઇએ. પ્રત્યેક ખેલાડી, પછી તેની કરિયર કેટલી પણ ઓછા સમય સુધી ચાલી હોય, સન્માન હાંસલ કરવા ઇચ્છે છે. 

એ પૂછવા પર કે શું આનાથી ધોની પ્રભાવિત થઇ રહ્યો છે, તો રૈનાએ કહ્યું કે, મને નથી લાગતું. આશા કરું છું કે, તે બે-ત્રણ મેચોમાં સારું કરશે. અમે હજી પાંચ જ મેચ રમી છે. કેટલાક સમય બાદ સ્થિતિ સ્પષ્ટ થઇ જશે. તેમણે બેટિંગ ક્રમમાં ઉપર બેટિંગ કરવી જોઇએ અને લાંબા સમય સુધી રમવું જોઇએ, તેઓ વિશ્વ સ્તરના ફિનિશર ખેલાડી છે.

BLOG COMMENTS POWERED BY DISQUS

Related News

Sign up via our free email subscription service to receive notifications when new information is available.
{loadposition tab-1}
{loadposition tab-2}