હોટલની આ ભૂલની હરભજન સિંહે ઉડાવી મજાક, શૅર કર્યો ફોટો

Cricket

આઇપીએલ-10માં મુંબઇ ઇન્ડિયન્સ તરફથી રમતા ભારતીય ક્રિકેટર હરભજન સિંહે હોટલની ભૂલ પકડી પાડીને એક તસવીર સોશ્યલ મીડિયા પર શૅર કરી મજાક ઉડાવી હતી.

આજકાલ આઇપીએલ-10માં વ્યસ્ત છતાં હરભજન સિંહ સતત સોશ્યલ મીડિયા પર એક્ટિવ રહે છે ત્યારે હરભજન સિંહે સોશ્યલ મીડિયા પર એક તસવીર શૅર કરી છે. હરભજને તસવીરમાં એક હોટલની ભૂલની મજાક ઉડાવી છે. હકીકતમાં આ એક રોલની તસવીર છે. જેનું નામ વેજિટેબલ ચિકન રોલ છે. જેના પર હરભજને મજા લીધી હતી. હરભજને લખ્યું કે, જેને ચિકન ખાવું છે, તે વેજિટેબલ નિકાળી દે અને જેને વેજિટેબલ ખાવું છે, તે ચિકન નિકાળી દે. જો કે, બાદમાં આ તસવીર સોશ્યલ મીડિયા પર ફેલાઇ ગઇ હતી.

ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ હરભજન સિંહે કેટલાક મજાકિયા ટ્વિટ કર્યા છે. જેમાં તેણે મુંબઇ ઇન્ડિયન્સના ખેલાડીઓની સાથે ગિલ્લી-ડંડા રમતો વીડિયો પણ સોશ્યલ મીડિયા પર શૅર કર્યો હતો. જે સોશ્યલ મીડિયા પર વાયરલ થયો હતો.

 

BLOG COMMENTS POWERED BY DISQUS

Related News

Sign up via our free email subscription service to receive notifications when new information is available.
{loadposition tab-1}
{loadposition tab-2}