ચેમ્પિયન ટ્રોફી માટે ઓસ્ટ્રેલિયાની ટીમની જાહેરાત

Cricket

આગામી જૂન મહિનામાં રમાનાર આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફી માટે ઓસ્ટ્રેલિયાની ટીમની જાહેરાત કરવામાં આવી છે. ટીમમાં ચાર ઝડપી બોલરો મિશેલ સ્ટાર્ક, જેમ્સ પેન્ટિશન, જોશ હેઝલવૂડ અને પૈટ કમિન્સનો સમાવેશ કરાયો છે. જ્યારે ઓલરાઉન્ડર જેમ્સ ફોકરને ટીમની બહાર કરાયો છે.

ઓસ્ટ્રેલિયાની પસંદગીકાર ટ્રેવર હોંસે કહ્યું કે, ઝડપી બોલિંગ આક્રમણ ઓસ્ટ્રેલિયન ક્રિકેટ માટે ઘણું સારું છે. સ્ટાર્ક પગમાં ફ્રેકચરના કારણે ભારત પ્રવાસથી વચ્ચેથી પરત આવ્યો હતો પરંતુ, ઇંગ્લેન્ડમાં 1 થી 18 જૂન સુધી રમાનાર ટૂર્નામેન્ટ પહેલા તેની ફિટ થવાની આશા છે.આક્રમક બેટસમેન ક્રિસ લિનને ટીમમાં સામેલ કરાયો છે.ઓસ્ટ્રેલિયાને ગ્રુપ એ માં ઇંગ્લેન્ડ, બાંગ્લાદેશ અને ન્યૂઝીલેન્ડની સાથે રખાયું છે. જ્યારે ગત ચેમ્પિયન ભારતને ગ્રુપ બી માં દક્ષિણ આફ્રિકા, પાકિસ્તાન અને શ્રીલંકા સાથે રખાયું છે.

ટીમ આ પ્રમાણે છે: સ્ટિવ સ્મિથ(કપ્તાન), ડેવિડ વોર્નર, પૈટ કમિન્સ, એરોન ફિન્ચ, જોન હેસ્ટિંગ્સ, જોશ હેઝલવૂડ, ટ્રેવિસ હેડ, મોઇજેસ હેનરિક્સ, ક્રિસ લિન, ગ્લેન મૈક્સવેલ, જેમ્સ પેન્ટિન, મિશેલ સ્ટાર્ક, માર્ક્સ સ્ટોઇનિસ, મૈથ્યૂ વેડ અને એડમ જામ્પા.

BLOG COMMENTS POWERED BY DISQUS

Related News

Sign up via our free email subscription service to receive notifications when new information is available.
{loadposition tab-1}
{loadposition tab-2}