રાંચી ટેસ્ટ મેચ જોવા પહોંચ્યા પૂર્વ ભારતીય કેપ્ટન ધોની

Cricket

રાંચી ટેસ્ટ મેચના પાંચમાં દિવસે ટીમ ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચ ડ્રો રહી છે. લંચ બાદ પહેલા જ ઓવરમાં ઉમેશ યાદવની બોલમાં પર એક જોરદાર અપીલ કરવામાં આવી હતી.

જેને એમ્પાયરે નકારી દીધી હતી. જે બાદ વિરાટ કોહલીએ ડીઆરએસ લીધો અને રિપ્લેમાં એમ્પાયર કોલને કારણે હેન્ડ્સકોમ્બ બચી ગયો હતો.

પરંતુ મહત્વપૂર્ણ બાબત એ છે કે રિવ્યૂ ખરાબ મળ્યા બાદ રાંચીમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. જેનું મુખ્ય કારણ ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની છે. રાંચી ધોનીનું હોમ ગ્રાઉન્ડ છે. જેથી પોતાના હીરોને જોવા માટે મેદાનમાં હાજરો દર્શકોએ ધોનીના નામની બૂમો પાડીને તેને અભિનંદન પાઠવ્યા હતા.

અહીં એ બાબત પણ છે કે ભારતીય કોચ અનિલ કુંબલે કહ્યું હતું કે ધોનીની ઉપસ્થિતિ હમેંશા ખેલાડીઓ માટે પ્રેરણા આપનારી રહી છે. અમને ખુશી છે કે ધોની રાંચીમાં આવ્યા અને ત્રીજી ટેસ્ટ દરમિયાન ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો.

બીજી તરફ ધોનીની કેપ્ટનશિપ હેઠળ ઝારખંડની ટીમ વિજય હજારે ટ્રોફીની સેમીફાઇનલમાંથી બહાર થઇ ચુકી છે. જે બાદ જ ધોનીને રાંચીમાં રમાઇ રહેલી ટેસ્ટ જોવાનો સમય મળ્યો હતો.

BLOG COMMENTS POWERED BY DISQUS
Sign up via our free email subscription service to receive notifications when new information is available.
{loadposition tab-1}
{loadposition tab-2}