IND VS AUS : રાંચી ટેસ્ટમાં આર. અશ્વિને ડેલ સ્ટેનના રેકોર્ડની કરી બરાબરી, કપિલ, લિલીને છોડ્યા પાછળ

Cricket

ડ્રો બનેલ રાંચી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ભારતના સ્પિનર આર. અશ્વિને એક અલગ જ રેકોર્ડ બનાવ્યો છે.

રાંચીમાં રમાયેલ ભારત અને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ટીમ ઇન્ડિયાના ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિને દક્ષિણ આફ્રિકાના ઝડપી બોલર ડેલ સ્ટેનના એક રેકોર્ડની બરાબરી કરી છે. મેચના પાંચમાં દિવસે અશ્વિને ગ્લેન મેક્સવેલને આઉટ કરી એક સીઝનમાં સૌથી વધારે વિકેટ લેવાના સ્ટેનના રેકોર્ડની બરાબરી કરી હતી.

મહત્વપૂર્ણ છે કે સ્ટેન અને અશ્વિન બન્ને ખેલાડીઓના નામે હવે એક જ સીઝનમાં સૌથી વધારે 78 વિકેટ લેવાનો રેકોર્ડ બન્યો છે. જ્યારે વધુ એક વિકેટ લેતા જ ભારતના ઝડપી બોલર ઓફ સ્પિનર અશ્વિન ડેલ સ્ટેનને પાછળ છોડીને એક સીઝનમાં સૌથી વધારે વિકેટ લેનાર ખેલાડી બની જશે. સાઉથ આફ્રિકાના ડેલ સ્ટેને વર્ષ 2007-2008 વચ્ચે સીઝનમાં 12 ટેસ્ટમાં 16.24 ની સરેરાશ સાથે 78 વિકેટ લીધા હતા.

મહત્વપૂર્ણ છે કે આર. અશ્વિને પૂણે ટેસ્ટમાં કપિલ દેવના 37 વર્ષ જૂના રેકોર્ડ તોડ્યો હતો. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પેહલા ટેસ્ટમાં અંતિમ વિકેટ લેતા અશ્વિને ઘરઆંગણે સીઝનમાં 64 વિકેટ લીઘી હતી. તે સાથે અશ્વિને કપિલ દેવના ઘરઆંગણે સૌથી વધારે 63 વિકેટો લેવાના રેકોર્ડને તોડી દીધો હતો.

આ ઉપરાંત અશ્વિને આ વર્ષે બાંગ્લાદેશ વિરુદ્ધ ટેસ્ટ મેચમાં સૌથી ઓછી મેચમાં 250 વિકેટ લેનાર બોલર બનવાની પણ ઉપલબ્ધિ મેળવી હતી. અશ્વિને પોતાની 45 મી ટેસ્ટમાં આ રેકોર્ડ બનાવ્યો હતો. અશ્વિન પહેલા આ રેકોર્ડ ક્રિકેટર લિલીના નામે હતો. લિલી એ આ રેકોર્ડ મેળવવા 48 ટેસ્ટ લીધી હતી. જ્યારે સાઉથ આફ્રિકાના ઝડપી બોલર ડેલ સ્ટેને 250 વિકેટના આંકડા સુધી પહોંચવા માટે 49 ટેસ્ટ રમ્યો હતો.

BLOG COMMENTS POWERED BY DISQUS
Sign up via our free email subscription service to receive notifications when new information is available.
{loadposition tab-1}
{loadposition tab-2}