ઓસી. સામે પૂજારાની બેવડી સદી, ભારત જીતથી આઠ વિકેટ દૂર

Cricket

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રાંચીમાં રમાઇ રહેલી ત્રીજી ટેસ્ટ મેચના ચોથા દિવસે ભારતે 9 વિકેટ ગુમાવી 603 રન બનાવી દાવ ડિકલેર કર્યો હતો. જ્યારે 152 રનની લીડના દેવા સાથે બીજી ઇનિંગ્સમાં પ્રવાસી ટીમે ચોથા દિવસના અંતે 2 વિકેટ ગુમાવી 23 રન બનાવ્યા હતા.

 ચેતેશ્વર પૂજારાના 202 રન અને રિદ્વિમાન સાહાના 117 રનની મદદથી ભારતીય ટીમે ચોથા દિવસે રવિવારે 9 વિકેટ ગુમાવી 603 રન બનાવી દાવ ડિકલેર કર્યો હતો. રવિન્દ્ર જાડેજાએ 54 રન અને ઉમેશ યાદવે 16 રનનું યોગદાન આપ્યું હતું. ઓસ્ટ્રેલિયા તરફથી સૌથી 4 વિકેટ કમિન્સે લીધી હતી. ઓકીફને 3 વિકેટ મળી હતી જ્યારે હેઝલવૂડ અને લિયોનને 1-1 વિકેટ મળી હતી.

જ્યારે 152 રનના દેવા સાથે બીજી ઇનિંગ્સનો પ્રારંભ કરનાર ઓસ્ટ્રેલિયાની શરૂઆત ખરાબ રહી હતી. ભારતીય ટીમના સ્પિનર રવિન્દ્ર જાડેજાએ પ્રવાસી ટીમની બે વિકેટ ખેરવી હતી. ઓપનર ડેવિડ વોર્નર 14 રને અને લિયોન 2 રન બનાવી જાડેજાનો શિકાર બન્યા હતા. ચોથા દિવસની રમત પૂરી થઇ ત્યારે પ્રવાસી ટીમે 2 વિકેટ ગુમાવી 23 રન બનાવ્યા છે. મેચનો અંતિમ દિવસ કાલે બાકી છે ત્યારે પ્રવાસી ટીમ હજી પણ 129 રન દૂર છે અને તેની પાસે 8 વિકેટ અકબંધ છે ત્યારે જોવાનું એ રહ્યું કે, તે મેચ ડ્રોમાં લઇ જાય છે કે કેમ?

BLOG COMMENTS POWERED BY DISQUS
Sign up via our free email subscription service to receive notifications when new information is available.
{loadposition tab-1}
{loadposition tab-2}