બીજી ટેસ્ટમાં શ્રીલંકાને હરાવી બાંગ્લાદેશે રચ્યો ઇતિહાસ

Cricket

શાકિબ અલ હસને લીધેલી 4 વિકેટ અને તમીમ ઇકબાલના 82 રનની મદદથી બાંગ્લાદેશે શ્રીલંકાને સિરીઝની બીજી ટેસ્ટ મેચમાં પાંચમા અને અંતિમ દિવસે રવિવારે 4 વિકેટથી હરાવ્યું હતું. આ જીત સાથે બાંગ્લાદેશે પોતાની ઐતિહાસિક 100મી ટેસ્ટ મેચને યાદગાર બનાવી હતી. બાંગ્લાદેશની આ શ્રીલંકા સામે પ્રથમ જીત છે.

બાંગ્લાદેશે મેચના અંતિમ દિવસે સવારે શ્રીલંકાની બીજી ઇનિંગ્સ 113.2 ઓવરમાં 319 રન પર સમેટી લીધી હતી. જેના કારણે તેમને 191 રનનો લક્ષ્ય મળ્યો હતો. જેના જવાબમાં પોતાના ટેસ્ટ ઇતિહાસની 100મી મેચ રમી રહેલા બાંગ્લાદેશની ટીમે 57.5 ઓવરમાં 6 વિકેટ ગુમાવી 191 રન બનાવી જીત હાંસલ કરી હતી. બાંગ્લાદેશની જીતમાં તમીમ ઇકબાલની 82 રનની મહત્વની ઇનિંગ્સ હતી. શબ્બીર રહેમાને 41 રન અન કેપ્ટન મુશફિકૂર રહીમે અણનમ 22 રનનું યોગદાન આપ્યુ હતું. શ્રીલંકા તરફથી દિલરુવાન પરેરા અને રંગના હેરાથે 3-3 વિકેટ લીધી હતી.

 

BLOG COMMENTS POWERED BY DISQUS
Sign up via our free email subscription service to receive notifications when new information is available.
{loadposition tab-1}
{loadposition tab-2}