ધોનીના આ ઉત્તરાધિકારીએ બતાવ્યો દમ, ઓસી. સામે ફટકારી સદી

Cricket

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રાંચીમાં રમાઇ રહેલી ત્રીજી ટેસ્ટ મેચના ચોથા દિવસે ભારતીય ટીમે જોરદાર વાપસી કરી છે. વિપરિત પરિસ્થિતિઓનો સામનો કરતા ભારતીય ટીમના બેટસમેન ચેતેશ્વર પૂજારા અને રિદ્વિમાન સાહાએ ક્રમશ: બેવડી સદી અને સદી ફટકારીતા ટીમે ઓસ્ટ્રેલિયા સામે મહત્વની સરસાઇ બનાવી છે.

 

સાહાએ રવિવારે ચા ના સેશન બાદ મૈક્સવેલની બોલિંગ પર એક રન લેતાની સાથે પોતાની સદી પૂરી કરી હતી. સાહા 233 બોલમાં 1 છગ્ગો અને 8 ચોગ્ગાની મદદથી 117 રન બનાવી આઉટ થયો હતો. જ્યારે પૂજારાએ 525 બોલ રમી 21 ચોગ્ગાની મદદથી 202 રન બનાવ્યા હતા. ટીમ સંકટમાં હતી ત્યારે આ બંને બેટસમેનોએ ટીમનો રકાસ અટકાવી ટીમને સન્માનજનક સ્કોર સુધી લઇ ગયા હતા. પોતાની આ શતકીય ઇનિંગ્સની મદદથી સાહાએ ધોનીની ખોટ સાલવા દીધી ન હતી.

BLOG COMMENTS POWERED BY DISQUS
Sign up via our free email subscription service to receive notifications when new information is available.
{loadposition tab-1}
{loadposition tab-2}