શતકવીર ચેતેશ્વર પૂજારા વિશે મુરલી વિજયે આપ્યું આવું નિવેદન

Cricket

ભારતીય ટીમના ઓપનર બેટસમેન મુરલી વિજયે માન્યું કે, ચેતેશ્વર પૂજારાની બેખૌફ બેટિંગના કારણે તેના માટે બેટિંગ કરવી આસાન થઇ ગઇ હતી.

વિજયે કહ્યું કે, શતકવીર પૂજારાની દબાણ સામે ઝઝૂમવાની ક્ષમતાથી અન્ય બેટસમેનોને પોતાની નૈસર્ગિક રમત રમવામાં આસાની થઇ જાય છે. પૂજારાના વખાણ કરતા વિજયે કહ્યું કે, પૂજારા ઘણું દબાણ ઝીલી લે છે. તેની રમત એવા પ્રકારની છે કે, તમે તેના પર નિર્ભર રહી શકો છો અને તમારી યોગ્ય રમત રમી શકો છો.

મેચના પરિણામ વિશે મુરલી વિજયે કહ્યું કે, મને લાગે છએ કે, અત્યારે મેચમાં બરાબરીની તક છે. જો અમે ઓસ્ટ્રેલિયાના સ્કોરની નજીક પહોંચી ગયા અથવા અમે સરસાઇ બનાવી લીધી તો આ મેચ સારી હશે. સાચી વાત એ છેકે, ઓસ્ટ્રેલિયાના બોલરો ઘણી કસાયેલી બોલિંગ કરી રહ્યાં હતા. અમે જાણતા હતા કે, જો અમે દબાણ બનાવી રાખીશું તો અમે બીજા અને ત્રીજા સત્રમાં ઘણાં રન એકત્રિત કરી શકીશું. આ અમારો વિચાર હતો અને આ વિચાર સારો પણ રહ્યો. જો હું આઉટ ન થતો અમે કદાચ સારી સ્થિતિમાં હોઇ શકતા હતા.

વિજયે એમ પણ કહ્યું કે, ઓસ્ટ્રેલિયાના ઝડપી બોલર પેટ કમિન્સ સારી બોલિંગ કરી રહ્યો હતો. તે પ્રારંભિક ઓવરથી ઘણો ઝડપી હતી. એટલા માટે તે એક જ લાઇનમાં બોલિંગ કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. પરંતુ, જેવી વિકેટ પડી, તેનામાં ઉજા ભરી ગઇ હતી. એટલા માટે કમિન્સ અમારા માટે પડકાર હતો.

BLOG COMMENTS POWERED BY DISQUS

Related News

Sign up via our free email subscription service to receive notifications when new information is available.
{loadposition tab-1}
{loadposition tab-2}