feed-image

આઇપીએલની આવતા વર્ષની સીઝનમાં બે ટીમો છુટ્ટી થાય તેમ નિશ્ચિત લાગી રહ્યું છે. આ ટીમો છે ગુજરાત લાયન્સ અને રાઇઝિંગ પૂણે સુપરજાઇન્ટ. આ વિશેની સ્પષ્ટતા કરી છે બીસીસીઆઇના સીઇઓ રાહુલ જૌહરીએ.

કિંગ્સ ઇલેવન પંજાબે દિલ્હી ડેયરડેવિલ્સને 10 વિકેટથી હરાવી દીધું. માત્ર 68 રનના મામૂલી લક્ષ્યને પાર કરવા ઉતરેલી પંજાબની ટીમે 73 રનમાં આ મુકામ હાંસલ કરી દીધો હતો. હાશિમ અમલા અને માર્ટીન ગુપ્ટિલે વિના વિકેટના નુકસાન પર 68 રન બનાવી દીધા હતા. ગુપ્ટિલે 50 રન અને અમલા 15 રન બનાવી અણનમ રહ્યા. જો કે સર્વાધિક બોલ રહેતા જીત મેળવવાનો રેકોર્ડ મુંબઇના નામે છે. મુંબઇએ 2008માં માત્ર 87 રન રહેતા જીત મેળવી હતી. આમ પંજાબની આ જીત બીજી સૌથી ઓછા રનમાં મળેલ જીત છે.

છેલ્લા કેટલાય સમયથી ભારતીય ટીમનો પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની ટિકાકારોના ટાર્ગેટ પર છે. આની વચ્ચે ઑસ્ટ્રેલિયન ટીમનો પૂર્વ કેપ્ટન અને દિગ્ગજ ક્રિકેટર રિકી પૉન્ટિંગ ધોનીના સમર્થનમાં આગળ આવ્યો છે. સૂત્રોનુસાર પૉન્ટિંગે એક વેબસાઇટ સાથે કરેવી વાતચીતમાં જણાવ્યું કે ધોની પરિસ્થિતિને પોતાની તરફ કરવા માટે સક્ષમ છે. તેના જેવા ચેમ્પિયન પ્લેયરને નજરઅંદાજ ન કરી શકાય.

IPL 10માં 33મી મેચમાં સનરાઇઝર્સ હૈદારાબાદે કિંગ્સ ઇલેવન પંજાબને 26 રનથી હરાવ્યુ હતુ. આ જીત પછી સનરાઇઝર્સ હૈદારાબાદની ટીમ પોઇન્ટ ટેબલ પર ત્રીજા ક્રમે આવી ગઇ છે.

આઇપીએલની સીઝન-10ની સૌથી રોમાંચક કહી શકાય તેવી રાજકોટમાં રમાયેલ ગુજરાત લાયન્સ અને મુંબઇ ઇન્ડિયન્સ વચ્ચેની મેચમાં બન્ને ટીમે 20 ઓવરમાં 153 રન બનાવ્યા હતા. મેચ ટાઇ થવાને કારણે સુપર ઓવર કરવામાં આવી.

IPLમાં કોલકાત્તા નાઇટ રાઇડર્સના કેપ્ટન ગૌતમ ગંભીર ફરી એક વખત ચર્ચામાં છે. ગંભીરને દિલ્હી ડેયરેડવિલ્સની સામે કોલકાત્તાની જીતની બાદ મેન ઑફ ધ મેચ જાહેર કરાયો હતો.ગંભીરને મેન ઑફ ધ મેચની પુરસ્કાર રાશિ એક લાખ રૂપિયા સુકમામાં નક્સલી હુમલામાં શહીદ થયેલા CRPFના સૈનિકોના પરિવારને દાન કરવાનું જાહેર કર્યુ હતુ.

ક્રિકેટર વિરેન્દ્ર સેહવાગે પોતાની સોશ્યલ સાઇટ ટ્વિટર પર 2 ફોટોઝ પોસ્ટ કર્યા છે. આ ફોટોઝમાં જમ્મુ-કાશ્મીરમાં આવેલા કુપવાડામાં સ્થિત સેનાના કેમ્પ પર ગુરુવારે સવારે આંતકવાદી હુમલામાં શહીદ કેપ્ટન આયુષના અંતિમ વિદાયની છે. તિરંગામાં લપેટેલ શહીદ આયુષ યાદવના પાર્થિવ શરીરને સેનાના ટ્રકમાં કાનપુરના રસ્તા પરથી પસાર થઇ રહ્યો હતો. રસ્તા પરથી પસાર થઇ રહેલા આ ટ્રક પર જેટલા લોકોની નજર પડી તે લોકો સેલ્યૂટ કરતાં જોવા મળી રહ્યા છે.

More Articles...

Sign up via our free email subscription service to receive notifications when new information is available.
{loadposition tab-1}
{loadposition tab-2}