બેડમિન્ટન: રેન્કિગમાં સિંધુ બે સ્થાનની છલાંગ સાથે ત્રીજા સ્થાને પહોંચી

Others

રિયો ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતનાર ભારતની મહિલા બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુ આજે બે સ્થાનની છલાંગ સાથે તાજા બીડબ્લ્યૂએફ રેન્કિગમાં ત્રીજા સ્થાન પર પહોંચી ગઇ છે. 

સિંધુ ગત સપ્તાહે બેડમિન્ટનની રેન્કિગમાં પાંચમા સ્થાન પર ખસી ગઇ હતી. પરંતુ, સિંગાપુર ઓપન સુપર સિરીઝ ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી તેણે બે સ્થાનની છલાંગ લગાવી હતી. બે સપ્તાહ પહેલા તે કેરિયરની સર્વશ્રેષ્ઠ બીજા રેન્કિગ પર પહોંચી હતી. કૈરોલિના મારિનને હરાવી તેણે ઇન્ડિયન ઓપન સુપર સિરીઝનો ખિતાબ જીત્યો હતો. મારિને રિયો ઓલિમ્પિકની ફાઇનલમાં સિંધુને હરાવી હતી. 

જ્યારે લંડન ઓલિમ્પિકની બ્રોન્ઝ મેડાલિસ્ટ સાઇના નહેવાલની રેન્કિગ પણ કેટલીક સારી થઇ ગઇ છે. તે એક સ્થાન આગળ આવીને 8મા સ્થાન પર પહોંચી ગઇ છે. પુરુષ સિંગલ્સમાં સિંગાપુર ઓપન ઉપ વિજેતા કિદામ્બી શ્રીકાંત અને વિજેતા બી.સાંઇ.પ્રણીત બંને આઠ સ્થાન ઉપર ચઢીને ક્રમશ: 21મા અને 22મા સ્થાન પર પહોંચી ગયા છે. ઉપરાંત અજય જયરામ પણ 13મા સ્થાન પર પહોંચી ગયો છે.

 

BLOG COMMENTS POWERED BY DISQUS

Related News

Sign up via our free email subscription service to receive notifications when new information is available.
{loadposition tab-1}
{loadposition tab-2}