feed-image

ભારતીય ટેનિસ ખેલાડી રોહન બોપન્ના મોંટેકાર્લો માસ્ટર્સનો ખિતાબ જીત્યા બાદ એટીપીની તાજા વર્લ્ડ ડબલ્સ રેન્કિંગમાં લગભગ છ મહિના બાદ ફરીથી ટૉપ-20માં પહોંચ્યો છે. જ્યારે જલ્દી માતા બનવા જઇ રહેલી સેરેના વિલિયમ્સ મહિલાઓની ડબ્લ્યુટીએ સિંગ્લસ રેન્કિગમાં ફરીથી નંબર એક ખેલાડી બની છે.

ભારતના રોહન બોપન્ના અને ઉરુગ્વેના પાબ્લો ક્યૂવાસની જોડી પોતાનું શાનદાર પ્રદર્શન જારી રાખતા મોંટે કાર્લો માસ્ટર્સ ટેનિસ ટૂર્નામેન્ટની સેમીફાઇનલમાં પહોંચ્યા છે.

રીયલ મૈડ્રિડના સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની હૈટ્રિકની મદદથી તેની ટીમે ચેમ્પિયન લીગની સેમીફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. જો કે, રોનાલ્ડોની આ હૈટ્રિક વિવાદોમાં ઘેરાયેલી રહી, કારણ કે ક્વાર્ટર ફાઇનલના બીજા તબક્કામાં 10 ખેલાડીઓ સુધી સમેટાયેલી બાયર્ન મ્યૂનિખએ રોનાલ્ડોના બે ગોલનો વિરોધ કર્યો હતો.

પૂર્તગાલના સુપર સ્ટાર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ જર્મન કલબ બૈયર્ન મ્યૂનિખની સામે ચેમ્પિયન લીગ ક્વાર્ટર ફાઇનલના પહેલા તબક્કામાં 100મો યૂરોપીયી ગોલ કરવા ઉપરાંત રિયલ મૈડ્રિડને 2-1થી શાનદાર જીત પણ અપાવી હતી. તે યુઇએફએ કલબ સ્પર્ધામાં ગોલોની સદી પૂરી કરનાર પ્રથમ ખેલાડી બન્યો છે. જ્યારે સ્પેનિશ કલબ બાર્સિલોના તરફથી રમનાર આર્જેન્ટિની સ્ટાર લિયોનેલ મૈસી 95 ગોલ સાથે બીજા સ્થાન પર છે.

રિયો ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતનાર ભારતની મહિલા બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુ આજે બે સ્થાનની છલાંગ સાથે તાજા બીડબ્લ્યૂએફ રેન્કિગમાં ત્રીજા સ્થાન પર પહોંચી ગઇ છે. 

દેશની અગ્રણી મહિલા બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુને શુક્રવારે સિંગાપુર ઓપન બેડમિન્ટ ટૂર્નામેન્ટમાં મહિલા સિંગલ્સની ક્વાર્ટર ફાઇનલમાં સ્પેનની કૈરોલિના મારિન સામે હારનો સામનો કરવો પડ્યો હતો. આ હાર સાથે સિંધુ ટૂર્નામેન્ટની બહાર થઇ ગઇ છે. જો કે, આ ટૂર્નામેન્ટમાં કિંદાબી શ્રીકાંત અને બી.સાઇ પ્રણીતના રૂપમાં ભારતીય પડકાર હજી યથાવત છે.

ભારતની ટૉચની મહિલા બેડમિન્ટન ખેલાડી પીવી સિંધઅને બી. સાઇ પ્રણીતે ગુરૂવારે સિંગાપુર ઓપન બેડમિન્ટન ટૂર્નામેન્ટમાં રમાયેલી પોત-પોતાની મેચમાં વિજયી ક્રમ જારી રાખતા ત્રીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો છે.

More Articles...

Sign up via our free email subscription service to receive notifications when new information is available.
{loadposition tab-1}
{loadposition tab-2}