ભારત વન બેલ્ટ, વન રોડને સહકાર આપે, નહીંતર અમારો પ્રભાવ જોવા તૈયાર રહે: ચીન

World

ચીનની સત્તારૂઢ કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચાઈના દ્વારા સંચાલિત સમાચાર પત્ર ગ્લોબલ ટાઈમ્સએ પોતાના એક લેખમાં કહ્યું છે કે, ભારતે વન બેલ્ટ, વન રોડ પ્રોજેક્ટ પ્રત્યે વ્યવહારિક વલણ અપનાવવું જોઈએ. આ જ ભારત માટે ફાયદાકારક રહેશે. જો ભારત આમ નહીં કરે તો તે ચીનના વધતા પ્રભાવને જોતુ જ રહેશે.

 

ગ્લોબલ ટાઈમ્સના આર્ટીકલમાં ભારતને લઈને આકરૂ વલણ અપનાવવામાં આવ્યું છે. આર્ટીકલ અનુસાર ચીનના આ પ્રોજેક્ટને ભારતની ચિંતા છતા દુનિયાના અન્ય દેશોનું વ્યાપક સમર્થન મળી રહ્યું છે. માટે ભારતે આ અંગે સાવધાનીપૂર્વક પગલું ઉઠાવવું જોઈએ. લેખમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, જો ભારત અન્ય દેશોને સામેલ કરી આ યોજનાને અટકાવવામાં સક્ષમ નથી તો તેનો બીજો વ્યવહારિક ઉપાય તે છે કે ભારત આ પહેલમાં સામેલ થઈ જાય.

BLOG COMMENTS POWERED BY DISQUS
Sign up via our free email subscription service to receive notifications when new information is available.
{loadposition tab-1}
{loadposition tab-2}