સંયુક્ત રાષ્ટ્રે અફગાનિસ્તાનને અપાતી સંયુક્ત રાષ્ટ્ર સહાયતા મિશનની મદદ લંબાવી

World

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે એક પ્રસ્તાવ પસાર કરી તાલિબાન, અલકાયદા, આઈએસઆઈએસ સાથે જોડાયેલા શંકાસ્પદ વ્યક્તિઓ અને અન્ય આતંકી સંગઠનોથી સર્જાતા સંકટનુ નિરાકરણ લાવવા અફગાનિસ્તાનને જણાવ્યું છે.

જેનાથી અફગાનિસ્તાનની સુરક્ષા અને સ્થિરતા સામે ખતરો છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે પસાર કરેલા અફઘાનિસ્તાન સ્થિત સંયુક્ત રાષ્ટ્ર સહાયતા મિશનને 17 માર્ચ 2018 સુધી લંબાવવાની વાત પણ કરવામાં આવી છે. તેની સાથે આતંકી સંગઠન આઈએસ સાથે જોડાયેલા સંગઠનો અને તેની વધતી તાકાત સામે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. યુએનના સભ્યોએ અફઘાન સરકાર અને ખાસ કરીને અફઘાન નેશનલ ડિફેન્સ એન્ડ સિક્યોરિટી ફોર્સે પ્રત્યે સમર્થન જાહેર કર્યું છે. યુએને કહ્યું કે યુએન તેમના દેશને સુરક્ષિત બનાવવા અને આતંકવાદ તથા હિંસક ચરમપંથીઓની સામે જંગ છેડવામાં તેમની સાથે છે.

BLOG COMMENTS POWERED BY DISQUS
Sign up via our free email subscription service to receive notifications when new information is available.
{loadposition tab-1}
{loadposition tab-2}