સીરિયામાં વિદ્રોહીઓએ આતંકી સંગઠન ફતેહ અલ શમની સાથે મળી સેના પર કર્યો હુમલો

World

સીરિયામાં ચાલી રહેલા ગ્રુહયુદ્ધમાં રવિવારે સીરિયાની રાજધાની દમિશ્કના પૂર્વ જિલ્લામાં વિદ્રોહીઓ અને સેના વચ્ચે જોરદાર ઘર્ષણ થયું.

સીરિયામાં વિદ્રોહીઓની એક ટોળકીએ સેનાના કાફલા પર અચાનક હુમલો કર્યો હતો. એક સ્થાનિક સ્ટેટ ટેલિવિઝને જણાવ્યું કે દમિશ્કના પૂર્વ વિસ્તારમાં સતત ગોળીબારી અને બોમ્બ ધડાકાના અવાજો આવી રહ્યા હતા. સુત્રો તરફથી મળતી માહિતી અનુસાર અલ કાયદાની સાથે જોડાયેલા ફતેહ અલ શમની સાથે મળીને વિદ્રોહીઓએ સેનાના પોઈન્ટને ટાર્ગેટ બનાવ્યા હતા. જેમાં સીરિયાના જોબાર અને કોબોન વિસ્તારમાં સૌથી ભયાનક ગોળીબારી થઈ હતી.

ઘર્ષણ વચ્ચે વિદ્રોહીઓના એક જૂથે અલ શમ સામે મળીને આ વિસ્તારોને પોતાના નિયંત્રણ હેઠળ લીધો હોવાનો દાવો કર્યો છે જ્યારે બીજી તરફ સીરિયન મીડિયાના જણાવ્યા અનુસાર સેનાને વિદ્રોહીઓને ખદેડવામાં સફળતા મળી છે.

 

BLOG COMMENTS POWERED BY DISQUS
Sign up via our free email subscription service to receive notifications when new information is available.
{loadposition tab-1}
{loadposition tab-2}