વિશ્વના દરેક પાસપોર્ટ આ 4 મૂળ કલરમાં જ હોય છે, જુઓ શું છે કારણ?

World

વિશ્વભરના પાસપોર્ટમાં માત્ર 4 પ્રાથમિક રંગો લાલ,વાદળી,લીલો અને કાળાનો ઉપયોગ થાય છે. દરેક દેશ પાસે આ રંગોમાંથી કોઇ રંગ નક્કી કરવા પાછળ કોઇ કારણ હોય છે. તો આવો જોઇએ કયા છે કારણો..

 

આ સૌથી સામાન્ય રંગ છે. રેડ કલરનો પાસપોર્ટ મોટાભાગના એ દેશોએ અપનાવ્યો છે, જેનો સામ્યવાદી ઇતિહાસ હોય અથવા તો હજુ પણ સામ્યવાદી સિસ્ટમ હોય. સોલ્વેનિયા,ચીન, સર્બિયા, રૂસ, લાત્વિયા, રોમાનિયા, પોલેન્ડ અને જોર્જિયાના નાગરિકો પાસે રેડ કલરનો પાસપોર્ટ હોય છે. તેના સિવાય ક્રોશિયાની બાદ કરી યૂરોપીય યૂનિયનના દેશોના પાસપોર્ટમાં પણ રેડ કલરનો શેડ હોય છે. યૂરોપીય યૂનિયનમાં સામેલ થવા ઇચ્છનારા કેટલાક દેશો જેવા કે તૂર્કી, મખદૂનિયા અને અલ્બાનિયાએ થોડા વર્ષો અગાઉ રેડ કલરનો પાસપોર્ટ અપનાવ્યો હતો. બોલિવિયા, કોલંબિયા અને પેરુના પાસપોર્ટનો કલર પણ રેડ હોય છે.

બ્લુ કલર નવી દુનિયાનું પ્રતીક છે. 15 કેરેબિયન દેશોના પાસપોર્ટનો કલર બ્લુ હોય છે. દક્ષિણી અમેરિકી દેશોના પાસપોર્ટનો રંગ મરકૉસુર નામના ટ્રેડ યૂનિયનની સાથે તેમના સંબંધનું પ્રતીક છે. તેમાં બ્રાઝીલ, આર્જેન્ટિના સામેલ છે. આ બ્લોકમાં સામેલ વેનેઝુએલા અપવાદમાં આવે છે કેમકે ત્યાંના પાસપોર્ટનો કલર લાલ છે. અમેરિકાના નાગરિકોના પાસપોર્ટ માટે બ્લુ કલરને 1976માં અપનાવામાં આવ્યો હતો.

મોટાભાગના મુસ્લિમ દેશો જેવા કે મોરક્કો, સાઉદી અરબ અને પાકિસ્તાનમાં ગ્રીન કલરનો પાસપોર્ટ હોય છે. ગ્રીન કલરના પૈગંબર મોહમ્મદનો ફેવરિટ કલર માનવામાં આવતો હતો અને આ કુદરત તથા જીવનનુ પ્રતિક છે. કેટલાક પશ્ચિમ આફ્રિકન દેશો જેવા કે ર્કિના ફાસો, નાઇજીરીયા, નાઇજર, આઇવરી કોસ્ટ અને સિનેગલના પાસપોર્ટનો કલર ગ્રીન હોય છે. આ દેશોના સંદર્ભે ગ્રીન કલર ઇકોવાસ (ઇકોનોમિક કમ્યુનિટી અને વેસ્ટ આફ્રિકન સ્ટેટ્સ)તેમના સંબંધ દર્શાવે છે.

ઓછા દેશોનો પાસપોર્ટનો કલર બ્લેક હોય છે. કેટલાક આફ્રિકન દેશો જેવા બોત્સ્વાના, ઝામ્બિયા, બુરુંડી, ગેબન, અંગોલા, કોંગો, માલાવીના પાસપોર્ટનો કલર બ્લેક હોય છે. ન્યુઝીલેન્ડના નાગરિકોની પાસે પણ બ્લેક કલરનો પાસપોર્ટ હોય છે કારણ કે તેનો રાષ્ટ્રીય રંગ બ્લેક છે.

 

BLOG COMMENTS POWERED BY DISQUS
Sign up via our free email subscription service to receive notifications when new information is available.
{loadposition tab-1}
{loadposition tab-2}