feed-image

હાલમાં જ યુ.કેના માન્ચેસ્ટર થોડાં દિવસો પહેલાં ઍરિએના ગ્રૅન્ડેના લાઈવ કૉન્સર્ટમાં બ્લાસ્ટ થયો હતો. આ ઘટનામાં એક મહિલા ઘાયલ થઈ હતી પરંતુ રસપ્રદ વાત એ છે કે આ મહિલાનો જીવ iPhoneના કારણે બચી ગયો હતો.

કેનેડાના PM જસ્ટિન ટૂ્ડો હંમેશા આંતરરાષ્ટ્રીય મીડિયાની ચર્ચામાં રહેતા હોય છે. તે પોતાના હકારાત્મક વલણો, નિવેદનો અને નીતિઓને કારણે ચર્ચામાં રહે છે. આ કારણે કેનેડાની બહાર પણ ટૂ્ડોના બહુ ફેન્સ છે. ગયા અઠવાડિયે ટૂ્ડોએ ફરી વખત કઇ એવું કર્યુ જેના કારણે લોકો તેમના ખૂબ જ વખાણ કર્યા હતા. PM પોતાની ઑફિસમાં 5 વર્ષની બાળકીના સાથે રમતા જોવા મળ્યા હતા. એટલુ જ નહી, ટૂ્ડોએ તે બાળકીને એક દિવસ માટે કેનેડાની PM પણ બનાવી દીધી હતી.

દક્ષિણ ચીન સાગરમાં ટાપુના વિવાદીત વિસ્તાર પાસેથી અમેરિકાની નૌસેનાનું એક યુદ્ધજહાજ પસાર થયું છે. જેની જાણકારી એક અમેરિકન અધિકારીએ આપી છે. મહત્વપૂર્ણ છે કે આ વિવાદીત ટાપુ પર ચીનનું નિયંત્રણ છે અને તેના દ્રારા આવા પ્રકારના ઓપરેશનને કાયદાનું ગંભીર ઉલ્લંઘન તથા જાણી જોઇને ઉશ્કેરણી કરનારું કૃત્ય ગણાવ્યું છે.

ઈજિપ્તની રાજધાની કાહિરામાં ખ્રિસ્તીઓ ભરેલી બસ પર થયેલા આતંકી હુમલાનો સેનાએ જવાબ આપવાનો શરૂ કર્યો છે.. ઈજિપ્તની સેનાએ લિબીયામાં ઘુસીને આતંકીઓના કેમ્પ પર હુમલા કર્યા હતા.

ઇન્ડોનેશિયાની રાજઘાની જકાર્તામાં બુધવારે થયેલા બોમ્બ વિસ્ફોટમાં ત્રણ લોકાના મોત નિપજ્યા હતા. જકાર્તામાં એક બસ સ્ટેન્ડ પાસે બે જોરદાર બોમ્બ વિસ્ફોટની ઘટનાએ નાસભાગ મચાવી મૂકી હતી.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઉત્તર કોરિયાને દુનિયાની સમસ્યા ગણાવી છે. તેમણે કહ્યું છે કે આ મોટી સમસ્યા છે અને તેનો કોઈપણ સંજોગોમાં ઉકેલ લાવવો જોઈએ. ટ્રમ્પે આ વાત જાપાનના વડાપ્રધાન શિંજો આબેની સાથેની મુલાકાતમાં જણાવી છે.

ભારત કૂટનીતિક રીતે પાકિસ્તાનને અલગ-થલગ કરવાની દિશામાં આગળ વધવાની સાથે સરહદ પારથી જોવા મળતા આતંકવાદ અંગે સમર્થનને લઇને દંડાત્મક કાર્યવાહીની દિશામાં આગળ વધી રહ્યું છે.

મોટેભાગે વાર્તાઓમાં સાંભળ્યુ હશે કે રાજામહારાજાના સમયમાં એક જગ્યાથી બીજી જગ્યાએ સંદેશો પહોંચાડવા માટે કબૂતર દૂત તરીકેનું કામ કરતું હતુ. બોલિવુડની ફિલ્મોમાં પણ કંઇક આ પ્રકારનુ બતાવવામાં આવે છે. પરંતુ આજે અમે જે વાત કહેવા જઇ રહ્યા છે ત્યાં કબૂતરનો ઉપયોગ સંદેશો નહી પરંતુ કઇ બીજો પહોંચાડવા માટે થાય છે.

બ્રિટનના માન્ચેસ્ટર શહેરમાં અમેરિકન સ્ટાર એરિયાના ગ્રેંડના પોપ કોન્સર્ટ દરમિયાન થયેલા વિસ્ફોટમાં 22 લોકોનાં મોત થયા અને અંદાજે 59 લોકો ઘાયલ થયા. સુત્રો અનુસાર કહેવામાં આવી રહ્યું છે કે આ હુમલા પાછળ 22 વર્ષિય સલમાન અબેદી નામના શખ્સનો હાથ છે. રિપોર્ટ પ્રમાણે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે જણાવ્યું કે અબેદી સૂટકેસમાં બોમ્બ લાવ્યો હતો જેને ડેટોનેટ કરતાં સમયે પોતે પણ તેની ઝપેટમાં આવી ગયો હતો.

ગત પાંચ દિવસોથી સમુદ્રમાં ભટકી ગયેલા માલદીવના જહાજના ચાલકદળના 6 લોકોને ભારતીય નૌસેનાએ બચાવી લીધા છે. જહાજમાં ખરાબી બાદ તે માર્ગમાં ભટકી ગયું હતું. અધિકારીઓએ કહ્યું છે કે એમવી મારિયા-3 નામના જહાજના ચાલકદળમાં બાંગ્લાદેશ, શ્રીલંકા અને માલદીવના નાગરિકો હતા. તેમા એક મહિલા પણ હતી.

ભારતીય સેનાએ પાકિસ્તાનને વળતો જવાબ આપતા પાકિસ્તાનની ચોકીઓને ઉડાવી દીધા બાદ પાકિસ્તાન રઘવાયું બન્યું છે. પાકિસ્તાને ભારતના દાવાને પાકિસ્તાને ફગાવ્યો છે. પાકિસ્તાને નૌશેરા સેક્ટરમાં ભારતીય સેનાની કાર્યવાહીને લઇ રદિયો આપતા તેને ફગાવી હતી.

More Articles...

Sign up via our free email subscription service to receive notifications when new information is available.
{loadposition tab-1}
{loadposition tab-2}