સુપ્રીમ કોર્ટ : સરકાર યોજના માટે આધાર કાર્ડને ફરજીયાત કેવી રીતે બનાવી શકે ?

India

સુપ્રીમ કોર્ટે આધાર કાર્ડને લઈને કેન્દ્ર સરકારને ઠપકો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને સવાલ કર્યો છે કે જ્યારે તેમણે પહેલા આદેશ આપ્યો છે કે આધાર કાર્ડને સરકાર પોતાની યોજનાઓ માટે ફરજિયાત બનાવી નહીં શકે તો પછી આખરે તેઓ આધાર કાર્ડને ફરજીયાત કેવી રીતે બનાવી શકે ? સુપ્રીમ કોર્ટે ફરી એકવાર જણાવ્યું છે કે આધાર કાર્ડને માત્ર વૈકલ્પિક દસ્તાવેજ તરીકે જ માંગી શકાય છે.

 

કેન્દ્ર સરકાર તરફથી રજૂ થયેલા એટોર્ની જનરલ મુકુલ રોહતગીએ ક્હ્યું હતું કે પેનકાર્ડ માટે આધાર કાર્ડને ફરજિયાત કરવામાં આવ્યું છે. લોકો ઘણાં પેનકાર્ડ બનાવડાવી લે છે અને તેના દ્વારા નકલી કંપનીઓ એટલે કે શેલ કંપનીઓમાં ફંડને ડાઈવર્ટ કરાવી લેતા હોય છે. જસ્ટિસ અર્જન સીકરીની અધ્યક્ષતાવાળી ખંડપીઠે સરકારને સવાલ કર્યો છે કે શું માત્ર આ જ એક વિકલ્પ છે? તેના પર એટોર્ની જનરલે જવા આપ્યો હતો કે આને માત્ર આવી રીતે જ રોકી શકાય છે.

હવે આ મામલા પર બુધવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે. અરજદાર બિનોય બિસ્વામ્મે પોતાની અરજીમાં કહ્યું હતું કે સરકારે આધારકાર્ડને પેન કાર્ડ માટે ફરજિયાત બનાવી દીધું છે. જ્યારે સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો છે કે સરકાર તેને સરકારી અનાજ એલપીજી અને ઈન્કમટેક્સ જેવી બાબતો માટે ફરજિયાત બનાવી શકે નહીં. અરજદારે કહ્યું હતું કે હવે સરકારે એવો નિયમ બનાવી દીધો છે કે જો આધાર કાર્ડ નહીં બને તો પેનકાર્ડ પણ નહીં બની શકે.

જો પહેલા પેનકાર્ડ બન્યું છે તો આધારકાર્ડ પણ ઈન્કમટેક્સ વિભાગને આપવું પડશે નહીંતર પેન કાર્ડ રદ્દ થઈ શકે છે. અરજદારની દલીલ છે કે જ્યારે આધારકાર્ડ અને ખાનગીપણાના ઉલ્લંઘન મામલે ચર્ચા ચાલી રહી છે ત્યારે સરકાર તેને ફરજિયાત કેવી રીતે બનાવી શકે? એ પણ ત્યારે કે જ્યારે સુપ્રીમ કોર્ટ પહેલા જ આધાર કાર્ડને અનિવાર્ય નહીં બનાવવાનો આદેશ આપી ચુકી છે.

BLOG COMMENTS POWERED BY DISQUS
Sign up via our free email subscription service to receive notifications when new information is available.
{loadposition tab-1}
{loadposition tab-2}