વિજય માલ્યા બાદ લલિત મોદી મામલે EDએ ઇન્ટરપોલનો સાધ્યો સંપર્ક

India

દારૂના કારોબારી વિજય માલ્યા બાદ ઈડીએ આઈપીએલના ભૂતપૂર્વ કમિશનર લલિત મોદીને લઈને પોતાની કવાયત ઝડપી બનાવી છે.

ઈડીએ ફરી એકવાર લલિત મોદી મામલે ઈન્ટરપોલ સાથે વાતચીત શરૂ કરી છે. ઈડીએ ઈન્ટરપોલને પત્ર લખીને લલિત મોદીની તાજેતરની જાણકારી આપી છે.

મહત્વપૂર્ણ છે કે આઈપીએલના ભૂતપૂર્વ કમિશ્નર વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ જાહેર કરવાનો ઈન્કાર કર્યા બાદ ઈડીએ પહેલીવાર ઈન્ટરપોલનો સંપર્ક કર્યો છે. ઈડીએ પત્રમાં લલિત મોદી પર ઈન્ટરપોલ સમક્ષ ખોટી જાણકારીવાળા દસ્તાવેજો જમા કરાવવાની આશંકા વ્યક્ત કરી છે.

પોતાની સામેના આઈપીએલ પ્રસારણ અધિકારના મામલાને લલિત મોદીએ ફોજદારી ગુનો નહીં હોવાનું ઈન્ટરપોલને જણાવ્યું હતું. તેની ઈન્ટરપોલ સમક્ષ માગણી હતી કે રેડ કોર્નર નોટિસ જાહેર કરવામાં આવે નહીં અને ભારતની પ્રત્યાર્પણની માગણી માનવામાં આવે નહીં. ઈડી હવે કોર્ટ અને ઈન્ટરપોલ સામે નવા પુરાવા અને દસ્તાવેજોના આધારે અપીલ કરવાની છે.

BLOG COMMENTS POWERED BY DISQUS
Sign up via our free email subscription service to receive notifications when new information is available.
{loadposition tab-1}
{loadposition tab-2}