જીવ બચાવીને પણ પથ્થર ખાય છે સૈનિકો : PM મોદીનું સંબોધન

India

કાશ્મીરમાં સુરક્ષાદળો પર ભાગલાવાદીઓના દોરીસંચાર હેઠળ સ્થાનિકો દ્વારા કરતા પથ્થરમારા વિરુદ્ધ દેશભરમાં આક્રોશનો માહોલ છે. કેન્દ્ર સરકારમાં પણ આ સંદર્ભે ચિંતા અને ચિંતન થઈ રહ્યું છે.  આ મામલે સિવિલ સર્વિસ ડેના પ્રસંગે સંબોધન કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાશ્મીરમાં પથ્થરમારા સંદર્ભે મોટું નિવેદન આપ્યું છે. વડાપ્રધાન મોદીએ કહ્યું છે કે ભારતના સૈનિકો કાશ્મીરમાં પૂર વખતે લોકોના જીવ બચાવે છે. લોકો તેમના માટે તાળીઓ વગાડે છે. પરંતુ બાદમાં ભારતીય સૈનિકો પથ્થર પણ ખાય છે.

મોદીએ કહ્યું છે કે તમામે આત્મચિંતન કરવું જોઈએ. આમા કોઈપણ પ્રકારની બેદરકારી દાખવવી જોઈએ નહીં. વડાપ્રધાન મોદીએ કહ્યું છે કે 20 વર્ષ પહેલા અને આજની પરિસ્થિતિમાં ઘણું અંતર છે. વડાપ્રધાન મોદીએ કહ્યું છે કે અધિકારીઓને શક્તિનો અહેસાસ હોવો જોઈએ. ગત 15 થી 20 વર્ષમાં કાર્યશૈલીની પદ્ધતિમાં ફેરફાત થયો છે. હવે આપણી જવાબદારી વધી છે. વડાપ્રધાને ક્હ્યું હતું કે હવે લોકો પાસે ઘણાં વિકલ્પો છે. તેને કારણે પડકારો પણ વધી ગયા છે અને તેથી કાર્યશૈલીમાં પણ પરિવર્તન લાવવું પડશે.

મોદીએ સનદી અધિકારીઓને સંબોધિત કરતા કહ્યું હતું કે આપણને ગર્વ હોવો જોઈએ કે જે કામને તેમણે કર્યું તેને તેમના જૂનિયરે આગળ વધાર્યું છે. મોદીએ કહ્યું હતું કે સિવિલ સર્વિસની સૌથી મોટી શક્તિને ગુમાવા દેવી જોઈએ નહીં. અધિકારીઓની સૌથી મોટી શક્તિ અનામિકા છે. તે અધિકારીઓનો વિચાર અને દ્રષ્ટિકોણ ધરાવે છે.

મોદીએ કહ્યું છે કે તેઓ સોશયલ મીડિયાની શક્તિને ઓળખે છે. સોશયલ મીડિયા દ્વારા લોકોને જાગરૂક કરી શકાય છે. જિલ્લા સ્તરના અધિકારી પણ આનો ફાયદો ઉઠાવી શકે છે. કામ દરમિયાન સોશયલ મીડિયા પર ખુદનો પ્રચાર જરૂરી નથી. સોશયલ મીડિયાનો ઉપયોગ લોકોની ભલાઈ માટે કરવો જોઈએ. પોતાના વિવેકનો ઉપયોગ કરવો જોઈએ.

વડાપ્રધાન મોદીએ બેઠકો દરમિયાન મોબાઈલ પર રોક લગાવવાની વાતનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે દરેકને લાગવું જોઈએ કે સરકાર તેમની છે. તમામ લોકોને જવાબદારીનો અહેસાસ હોવો જોઈએ. દેશની શાસન વ્યવસ્થા અધિકારીઓની આંગળીઓ પર હાજર છે. અભાવની વચ્ચે રસ્તો શોધવો પડશે. મોદીએ ક્હ્યું હતું કે અધિકારીઓએ પોતાનો નિર્ણય રાષ્ટ્રહિતના ત્રાજવે તોળવો જોઈએ.

BLOG COMMENTS POWERED BY DISQUS
Sign up via our free email subscription service to receive notifications when new information is available.
{loadposition tab-1}
{loadposition tab-2}