કોહિનૂર મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી બંધ, કેન્દ્ર સરકારના જવાબથી સંતુષ્ટ : SC

India

કોહિનૂર હીરાને બ્રિટન પાસેથી પાછો લેવાની અરજી પર સુપ્રીમ કોર્ટે સુનાવણી બંધ કરી છે. સુપ્રીમ કોર્ટે ક્હ્યું છે કે તેઓ કેન્દ્ર સરકારના જવાબથી સંતુષ્ટ છે સરકાર કોશિશ કરી રહી છે. તેથી આ મામલામાં કોર્ટમાં આગામી સુનાવણી કરવાની જરૂર નથી.

 

સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું હતું કે તેઓ બ્રિટનમાં થનારી હરાજીને કેવી રીતે રોકી શકે છે અથવા કોઈ અન્ય દેશને આવો આદેશ કેવી રીતે આપી શકે છે. તેઓ આશ્ચર્યચકિત છે કે કેવા પ્રકારની અરજીઓ દાખલ કરાઈ રહી છે. મહત્વપૂર્ણ છે કે સપ્ટેમ્બર-2016માં કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલા એફિડેવિટમાં ક્હ્યું હતું કે કોહિનૂર હીરો ભારતનો છે અને તેને ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ મહારાજા દિલીપસિંહ પાસેથી છેતરપિંડી કરીને જપ્ત કર્યો હતો. મહારાજા દિલીપસિંહ સગીર હતા.

105 કેરેટનો કોહિનૂર ક્યારેય બ્રિટનના મહારાણીને ભેંટમાં આપવામાં આવ્યો નહોતો. આની સાથે દેશના લોકોની લાગણીઓ જોડાયેલી છે. ભારત સરકાર બ્રિટનમાંથી કોહિનૂરને પાછો લાવવાની સંભાવનાઓ ચકાસી રહી છે. ભારત અને બ્રિટન બંને યુનેસ્કોની સંધિથી બંધાયેલા છે પરંતુ કોહિનૂરના મામલામાં ભારત આંતરરાષ્ટ્રીય કોર્ટ જઈ શકે તેમ નથી કારણ કે કોહિનૂરને સંધિ પહેલા જ ભારતથી લઈ જવાયો હતો.

 

BLOG COMMENTS POWERED BY DISQUS
Sign up via our free email subscription service to receive notifications when new information is available.
{loadposition tab-1}
{loadposition tab-2}