મુસ્લિમ કારસેવક મંચના સભ્યોએ પોકાર્યા 'જય શ્રી રામ'ના નારા, અયોધ્યામાં રામ મંદિરના નિર્માણની માંગ

India

શ્રીરામમંદિર નિર્માણ મુસ્લિમ કારસેવક મંચના સભ્યો ગુરુવારે સાંજે 6 વાગ્યે અયોધ્યા પહોંચ્યા હતા. તેમણે અહીં ભવ્ય રામમંદિર નિર્માણનો સંકલ્પ લેતા જય શ્રીરામના સૂત્રો પણ પોકાર્યા હતા. મુસ્લિમ કારસેવક મંચના અધ્યક્ષ આઝમ ખાને જણાવ્યું હતું કે તેઓ લખનૌથી અહીં આવ્યા છે.

રામમંદિર નિર્માણ મુસ્લિમ કારસેવક મંચના સભ્યો મંદિર નિર્માણ માટે 3000 ઈંટો લઈને સંપાદીત પરિસરમાં વિરાજમાન રામલલાના દર્શન માટે આવ્યા હતા. જો કે પોલીસે તેમને રોકી દીધા હતા. મુસ્લિમ મંચના સભ્યોએ કહ્યું કે અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે તેમણે ઇંટોનો જથ્થો લઇને આવ્યા છે. મંચના સભ્યો એ વધુમાં જણાવ્યું કે એક ટ્રક ભરીને ઇંટો દ્વાર તેમણે રામમંદિર બનાવવા માટે મદદ કરવા માંગે છે.

મહત્વપૂર્ણ છે કે રાષ્ટ્રીય મુસ્લિમ મંચના કાર્યકર્તાઓ ઇંટોના જથ્થા સાથે રામમંદિરમાં રામ ભગવાનના દર્શન કરવા પણ પ્રયત્નો કર્યા હતા. જો કે પોલીસે તેમને મંદિરમાં જતા રોક્યા હતા. જેનું કારણ રામ મંદિર ત્યારે બંદ થઇ ગયું હતું. જે બાદ મંચના કાર્યકર્તાઓ નયા ઘાટ તરફ આગળ વધ્યા હતા.

BLOG COMMENTS POWERED BY DISQUS
Sign up via our free email subscription service to receive notifications when new information is available.
{loadposition tab-1}
{loadposition tab-2}