અરુણ જેટલીએ ઉઠાવ્યો H-1 B વિઝા મામલો, US : હજુ કોઇ નિર્ણય નથી લેવાયો

India

કેન્દ્રીય નાણાં પ્રધાન અરુણ જેટલી અમેરિકા પહોંચ્યા છે. તેમણે અમેરિકાના વાણિજ્ય સચિવ વિલ્બર રોસ સાથે મુલાકાત કરી છે. આ મુલાકાતમાં જેટલીએ એચ-વન-બી વીઝાનો મામલો ઉઠાવ્યો છે. મીડિયા અહેવાલો મુજબ જેટલીએ આ મામલે ભારપૂર્વક બંને દેશોને થનારા ફાયદા જણાવ્યા હતા.

અરુણ જેટલીએ રોસને અમેરિકા અને ભારતના આર્થિક વિકાસમાં અત્યાધુનિક કુશળ ભારતીયોના યોગદાન બાબતે પણ જણાવ્યું હતું. જણાવવામાં આવે છે કે વિલ્બર રોસે એચ-વન-બી વીઝા મામલે સકારાત્મક સંકેત આપ્યા છે અને તેના ઉપર ફેરવિચારણા કરવાની વાત પણ જણાવી છે. ડોનાલ્ડ ટ્રમ્પના અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ પદે આસિન થયા બાદ જેટલી અને રોસ વચ્ચેની બેઠક પહેલી કેબિનેટ સ્તરની મુલાકાત છે. અમેરિકા જતા પહેલા જેટલીએ પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે આઈટી સેક્ટરને એચ-વન-બી વીઝા મામલે ઘણી ચિંતા છે. ચિંતા છે કે જો ટ્રમ્પ સરકાર એચ-વન-બીના કોટામાં ઘટાડો કરશે તો તેમના કારોબાર પર અસર પડશે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકા ફર્સ્ટની નીતિ હેઠળ અમેરિકનોની રોજગારીની સુરક્ષા કરનારા કાર્યકારી આદેશ પર હસ્તક્ષાર કર્યા હતા. ટ્રમ્પે કહ્યું હતું કે આનાથી વિદેશી ટેક્નોલોજી કામદારો માટે વીઝા કાર્યક્રમમાં સુધારો કરવો પડશે અને અમેરિકાની કંપનીઓ ફેડરલ કોન્ટ્રાક્ટ હેઠળ પોતાના દેશના બેરોજગારોને નોકરીઓ ઉપલબ્ધ કરાવી શકશે.

હાલ આવી કંપનીઓ એવી દલીલ કરી રહી છે કે અમેરિકાના કામદારો કામ કરવા માંગતા નથી અથવા તો તેઓ આના માટેની ક્ષમતા ધરાવતા નથી. એચ-વન-બી વીઝાની નીતિમાં ફેરફારથી 85000 વિઝાધારકોને અસર થશે. આમા અડધાથી વધારે ભારતીયો છે. તેમ છતાં દાવો થઈ રહ્યો છે કે અમેરિકાએ એચ-વન-બી વીઝા પર મુશ્કેલી દુર કરી છે અને આનાથી ભારતના પ્રોફેશ્નલ્સને નુકસાન નહીં થાય.

 

BLOG COMMENTS POWERED BY DISQUS
Sign up via our free email subscription service to receive notifications when new information is available.
{loadposition tab-1}
{loadposition tab-2}