મુલાયમના ઘરે તપાસ માટે પહોંચી વીજ અધિકારીઓની ટીમ

India

ઉત્તર પ્રદેશણાં યોગી આદિત્યનાથની સરકારે હવે દિગ્ગજ નેતાઓ સામે લાલ આંખ કરી છે. ગુરૂવારે સમાજવાદી પાર્ટીના સંરક્ષક અને પૂર્વ મુખ્યપ્રધાન મુલાયમસિંહ યાદવ, યોગી આદિત્યનાથ સરકારના નો વીઆઈપી કલ્ચરના પ્રથમ શિકાર બન્યાં છે. મુલાયમસિંહ યાદવના ઘરે વીજળી વિભાગના અધિકારીઓએ તપાસ શરૂ કરી છે.

પ્રાપ્ત થતી માહિતી મુજબ, ઈટાવામાં મુલાયમસિંહના ઘરે વીજળી વિભાગની એક ટીમ અનિયમિતતાની તપાસ માટે પહોંચી હતી. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ વીજળી વિભાગને સુચના અપાઈ હતી કે ઈટાવામાં મુલાયમસિંહના ઘર માટે 5 કિલો વોટના કનેકશનની મંજૂરી હતી પરંતુ તેમના ઘરમાં 40 કિલો વોટનો ઉપયોગ થતો હતો. આ ઉપરાંત મુલાયમ સિંહ પર અંદાજે 4 લાખ રૂપિયાથી વધુની રકમ વસુલવાની બાકી છે, ત્યારે તેમને આ મહિના અંત સુધી બાકીની રકમ ચૂકવવાનો સમય અપાયો છે.

BLOG COMMENTS POWERED BY DISQUS

Related News

Sign up via our free email subscription service to receive notifications when new information is available.
{loadposition tab-1}
{loadposition tab-2}