નૈનિતાલ હાઈકોર્ટનો ઐતિહાસિક નિર્ણય, ગંગા અને યમુનાને જીવતી વ્યકિતનો દરજ્જો મળવો જોઈએ

India

ઉત્તરાખંડની નૈનીતાલ હાઈકોર્ટે ગંગા નદીને વ્યક્તિ જેવા હક આપવાનો પોતાનો ઐતિહાસિક નિર્ણય જાહેર કર્યો હતો. નૈનીતાલ હાઈકોર્ટે ગંગા નદીને ભારતની પ્રથમ જીવતા એકમ તરીકે માન્યતા આપી છે.

 

આશા છે કે, કોર્ટના આ નિર્ણયથી દેશની સૌથી પવિત્ર ગણાતી આ નદીના પણ સારા દિવસો આવશે. અત્યાર સુધી દુનિયામાં માત્ર ન્યૂઝીલેન્ડની વાનકુઈ નદીને જ જીવતી વ્યક્તિ તરીકેના હકો આપવામાં આવ્યા હતા. કોર્ટે પોતાના આ નિર્ણયમાં યમુના નદીનો પણ સમાવેશ કર્યો છે. આ નિર્ણયથી એવી આશા રાખવામાં આવી રહી છે કે ઉત્તરપ્રદેશમાં પણ ગંગાની નદીમાં સુધારો થશે. મહત્વનું છે કે, ઉત્તરાખંડથી ઉત્તરપ્રદેશમાં પ્રવેશ થતાની સાથે જ ગંગા ગંદા નાળાઓમાં ફેરવાઈ જાય છે. એટલે સુઘી કે ગંગાનું ઉદ્ગમ સ્થાન ગંગોત્રી ગ્લેશિયર પણ પ્રદૂષણના સકંજામાં આવી ગયું છે. હવે બંન્ને રાજ્યોમાં ભાજપની સરકાર આવ્યા પછી ગંગાની કાયા પરિવર્તનની ફરી એકવાર આશા બંધાઈ છે.

BLOG COMMENTS POWERED BY DISQUS
Sign up via our free email subscription service to receive notifications when new information is available.
{loadposition tab-1}
{loadposition tab-2}