મણિપુરમાં યુનાઇટેડ નાગા કાઉન્સિલની 5 મહિનાથી ચાલતી આર્થિક નાકેબંધી દૂર થઇ

India

મણિપુરમાં લગભગ 5 મહિનાથી યુનાઈટેડ નાગા કાઉન્સિલની આર્થિક નાકેબંધી રવિવારે રાતે અંતે સમાપ્ત થઈ છે.

કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને નાગા કાઉન્સિલની વચ્ચે વાર્તા સફળ રહી છે. વાર્તા સફળ રહ્યા બાદ યુનાઈટેડ નાગા કાઉન્સિલે આર્થિક નાકેબંધી સમાપ્ત કરી છે. મણિપુર રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન ઈબોબી સિંહની આગેવાની વાળી કોંગ્રેસ સરકારે 7 નવા જિલ્લા બનાવવાના નિર્ણય સામે યુએનસીએ 1 નવેમ્બર 2016 થી આર્થિક નાકેબંધીની શરૂઆત કરી હતી.

2 નેશનલ હાઈવે એનએચ-2 અને એનએચ-37 પર નાકેબંધીના કારણે મણિપુર રાજ્યમાં આવશ્યક વસ્તુઓની કિંમતો ઘણી વધી ગઈ હતી તેમજ નાકેબંધીને કારણે સામાન્ય જીવન પર તેની સીધી અસર જોવા મળતી હતી. જોકે નવી સરકાર બનતા નાકેબંધી હટાવી લીધી છે.

મહત્વનું છે કે નવી સરકારની પહેલને મણિપુરના રાજયપાલ નજમા હેપતુલ્લાએ આવકારી છે. રાજ્યપાલ હેપતુલ્લાએ કહ્યું કે આર્થિક નાકેબંધી સમાપ્ત થતા રાજ્યમાં શાંત અને સમૃદ્ધિ આવશે.

BLOG COMMENTS POWERED BY DISQUS
Sign up via our free email subscription service to receive notifications when new information is available.
{loadposition tab-1}
{loadposition tab-2}