ભાજપ ઉત્તર પ્રદેશ, ગોવા અને ઉત્તરાખંડમાં ભગવો લહેરાવ્યા આજે મણિપુરમાં શક્તિ પરિક્ષણ

India

ગોવા, ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશમાં ભગવો લહેરાવ્યા બાદ હવે મણિપુરમાં આજે ભાજપની સરકારનું શક્તિ પરિક્ષણ થશે.

 

મણિપુર વિધાનસભામાં સીએમ એન.બિરેનસિંહે આજે વિશ્વાસ મત હાંસલ કરશે. તેમણે જીતનો વિશ્વાસ વ્યકત કર્યો છે. ૧૧ માર્ચે પરિણામ બાદ બીજા દિવસે જ ભાજપે સરકાર રચવાનો દાવો રજૂ કર્યો હતો.

અહીં કોંગ્રેસ પાસે સૌથી વધુ ર૮ બેઠકો છે. તેમ છતાં અપક્ષો અને નાના પક્ષોના ટેકા સાથે ભાજપે સરકાર રચવાનો દાવો કર્યો હતો. બાદમાં એન. બિરેન સિંહે સીએમ પદના શપથ લીધા હતાં.

ભાજપ પાસે અહી ર૧ બેઠકો છે. ૬૦ બેઠકોની મણિપુર વિધાનસભામાં ૩૧નો મેજીક ફિગર પાર કરવો જરૂરી છે. ભાજપને નેશનલ પીપલ્સ પાર્ટીના ચાર, નગા પીપલ્સ ફ્રંટના ચાર તેમજ લોકજનશક્તિ પાર્ટીના એક અને તૃણમુલ કોંગ્રેસના એક સભ્યના ટેકાનો દાવો કર્યો છે.

આ ઉપરાંત એક માત્ર અપક્ષ ઉમેદવારે પણ ભાજપને ટેકાનુ એલાન કર્યુ છે. મહત્વનું છે કે મણિપુરમાં પહેલીવાર ભાજપની સરકાર બની છે.

 

BLOG COMMENTS POWERED BY DISQUS
Sign up via our free email subscription service to receive notifications when new information is available.
{loadposition tab-1}
{loadposition tab-2}