feed-image

Top Stories

અમેરાકાએ ભારતને 271 ગેરકાયદેસર રીતે રહેતા ભારતીયોની યાદી સોંપી હતી.

ભાજપા પર રામ મંદિર મુદ્દા પર લાંબા સમયથી રાજકીય રોટલા શેકવાના આરોપ કોંગ્રેસ હંમેશાથી લગાવતુ આવ્યું છે ત્યારે રાજયસભાના સભ્ય અને કોંગ્રેસના મહાસચિવ દિગ્વિજય સિંહે આક્ષેપ કરતા કહ્યું કે કોમી કડવાશની પરિસ્થિતિ ઉભી કર્યા વગર અયોધ્યામાં રામ મંદિર બનાવવું જોઇએ.

ભારતમાં પાકિસ્તાનના હાઇ કમિશ્નર અબ્દુલ બાસિતની ફેરબદલી કરવાની વિચારણા ચાલી રહી છે ત્ચારે જૂનિયર તહમીના જન્જૂઆને વિદેશી સચિવની નિમણુંક કરવા મામલે અબ્દુલ બાસિત નારાજ થયા છે.

ભૂમધ્યસાગરમાં લિબિયાના સમુદ્ર તટ પાસે એક હવા ભરેલી બોટ ડૂબતા 11 મૃતદેહ મળી આવ્યા હતા.

સંયુક્ત રાષ્ટ્ર સંઘે ઈરાકી શહેર મોસુલમાં વ્યાપક સ્તરે નાગરિકોની જાનહાનિના અહેવાલો બાબતે ચિંતા વ્યક્ત કરી છે. ઈરાકમાં એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું છે કે તેઓ ઇરાકમાં થઈ રહેલા નાગરિકોના મોતની ઘટનાથી ખૂબજ અચંબિત છે.

ચેચન્યામાં બંદૂકધારીઓના હુમલામાં 6 રશિયન સૈનિકોના મોત નીપજ્યા છે.