હવે પાણીપુરીની લારીવાળા ભૈયા આપશે 10 રૂ.માં Wi-Fi

Technology

દેશભરમાં ચાલી રહેલા ટેરિફ વૉરમાં હવે ટેલિકૉમ કંપનીની સાથે-સાથે સેન્ટર ફૉર ડેવલપમેન્ટ ઑફ ટેલીમેટિક(C-DoT) પણ સામેલ થઇ ચૂકી છે. C-DoT પાસે દેશભરના ઇન્ટરનેટ યૂઝર્સ માટે એક ખુશખબર છે. જી હા, હવે પાણીપુરી વેચનારા, હાથગાડી ચાલકો પાસે અને દુકાનદાર પાસેથી 10 રૂપિયાથી ઓછી કિંમત પર વાઇ-ફાઇ ડેટા ખરીદી શકાશે.

 

 વાસ્તવમાં ભારત સરકરાની સંસ્થા સેન્ટર ફૉર ડેવલપમેન્ટ ઑફ ટેલીમેટિકએ પબ્લિક ડેટા ઑફિસ સૉલ્યુશન તૈયાર કર્યું છે જેની મદદથી દુકાનદાર કે લારી વાળો વ્યકિત પણ વાઇ-ફાઇ ડેટા આપી શકશે. એક રિપોર્ટ અનુસાર આ પ્લેટફોર્મને ડેવલપ કરવા માટે 50000 રૂપિયા કિંમત લાગશે.

 આ પ્લેટફોર્મનો ઉપયોગ કોઇ પણ કિરાણા સ્ટોરનો માલિક/વેન્ડક વાઇફાઇ 10 રૂપિયાથી ઓછી કિંમત પર વેચી શકશે. આ સર્વિસની સૌથી સારી વાતએ છે કે તેનું લાઇસન્સ ફ્રીમાં મળશે જે ઇન્ડસ્ટ્રિયલ સાઇન્ટિફિક એન્ડ મેડિકલ બેન્ડની હેઠળ આપવામાં આવશે. જેની મદદથી વેન્ડરને એક ડિવાઇસ આપવામાં આવશે જે તેની દુકાન કે લારી પર રાખી વાઇ-ફાઇ યૂઝ કરી શકાશે. જોકે જે લોકોએ વાઇ-ફાઇ યૂઝ કરવું હશે તેણે વાઉચર ખરીદવું પડશે.

 

BLOG COMMENTS POWERED BY DISQUS
Sign up via our free email subscription service to receive notifications when new information is available.
{loadposition tab-1}
{loadposition tab-2}