ફ્લિપકાર્ટે ચેન્જ કરી રિટર્ન પૉલિસી, હવે દરેક પ્રોડક્ટ્સ પર નહી મળે રિફન્ડ

Technology

દેશની સૌથી મોટી ઇ-કૉમર્સ કંપની ફ્લિપકાર્ટે પોતાના પ્લેટફોર્મ પર વેચાતી ઘણી પોપ્યુલર આઇટમની રિટર્ન પોલિસીને સખત કરી દીધી છે. આ કારણથી કંપની અને વેન્ડર્સ બંનેને પોતાના ઓપરેશનલ કોસ્ટમાં ધટાડો કરવામાં મદદ મળશે.

 

ફ્લિપકાર્ટે પોપ્યુલર પ્રોડ્ક્ટ્સ જેવી કે મોબાઇલ એસેસરીઝ, પર્સનલ કેર એપ્લાયન્યિઝ, કોમ્પ્યુર અને કેમેરા એસેસરીઝ, ઑફિસ-ઇક્વિપમેન્ટ અને ગેમ્સ એન્ડ સ્માર્ટ વિયરવેલ પર રિફન્ડ નહી મળે.મોબાઇલ ફોન, કન્ઝ્યુમર અપ્લાયન્સિઝ અને ફર્નીચર પર શરતોની સાખે રિફન્ડ આપવામાં આવશે.

ફ્લિપકાર્ટના અધિકારીએ કહ્યું કે,'' કંપની તરફથી કસ્ટમર ફ્રેન્ડલી રિફન્ડ પોલિસી આપવામાં આવની રહી છે. કસ્ટમર્સ હાલની 1800 કેટેગરીમાંથી 1150 પ્રોડક્ટ કેટેગરી પર સેલ્ફ સર્વિસ ઓપ્શન દ્વારા રિફન્ડ્સ માટે એપ્લિકેશન આપી શકે છે.ફ્લિપકાર્ટ ડેઇલી બેસિસ પર લગભગ 25 હજાર રિફન્ડ્સની પ્રોસેસ કરી રહી છે. જેમાં 60% કેસો એવા છે જ્યાં કસ્ટમર્સને રૂપિયા પરત લેવા માટે રાહ જોવી નથી પડતી.

પ્રોડક્ટ રિટર્ન પૉલિસીના બદલાવને કારણે ઘણા સેલર્સે ફ્લિપકાર્ટ પર પ્રોડક્ટ્સ વેચવા માટે ઇન્કાર કરી દીધો છે. સેલર્સે આરોપ લગાવ્યો છે કે કંપનીની સતત બદલાતી રિટર્ન પૉલિસીને કારણે નુકસાન થઇ રહ્યું છે. રિટર્ન પૉલિસીના બદલાવને કારણે સેલર્સ નાખુશ જોવા મળી રહ્યા છે. 

કંપનીની નવી રિટર્ન પૉલિસીના અનુસાર હવે ઇલેક્ટ્રૉનિક્સ સહિતની કેટલીય પ્રોડક્ટ્સને 30 દિવસની જગ્યા માત્ર 10 દિવસની અંદર રિટર્ન કરવામાં આવશે.

BLOG COMMENTS POWERED BY DISQUS
Sign up via our free email subscription service to receive notifications when new information is available.
{loadposition tab-1}
{loadposition tab-2}