ફેસબુકની મદદથી રિકવર કરી શકાશે ખોવાયેલો પાસવર્ડ

Technology

 સોશ્યલ સાઇટ ફેસબુકે પોતાની ડેવલપર કૉન્ફરન્સ F8માં કેટલીય વાતની જાહેરાત કરી છે. ખાસ કરીને ઑગ્મેન્ટેડ રિયાલિટી અને વર્ચુઅલ રિયાલિટી બેસ્ડ પ્રોગ્રામ હતા. પરંતુ સાથે જ ફેસબુકે એક એવી જાહેરાત કરી જેમાં આગામી સમયમાં પાસવર્ડ રિક્વર અનુભવ બદલાશે.

 

 મોટેભાગે તમારી સાથે કેટલીય વખત એવું બન્યુ હશે કે તમે તમારા કોઇ એકાઉન્ટનો પાસવર્ડ ભૂલી ગયા હશો, જેને રિક્વર કરવા માટે રજિસ્ટર ઇમેલ આઇડી યૂઝ કરવુ પડે છે અથવા તો ફોન નંબર રજિસ્ટર કરવવાનો હોય છે. પરંતુ જો તમારા બેંકના એકાઉન્ટનો પાસવર્ડ રિસેટ કરવા માટે તમારે ફેસબુકનો ઉપયોગ કરવો પડે તો? ફેસબુક પાસવર્ડ રિકવર કરવા માટે એક ઓપ્શન ડેવલપ કરી રહ્યુ છે જેની મદદથી કોઇ પણ ઓનલાઇન એકાઉન્ટ પાસવર્ડ ફેસબુકની પ્રોફાઇલની મદદથી રિકવર કરી શકાશે. ફેસુબુકએ એક સોફ્ટવેર રિલીઝ કર્યુ છે જે હાલમાં ડેવલપર્સને આપવામાં આવ્યું છે જે તેને વધારે સારુ બનાવી શકે.

 ઉદાહરણ તરીકે જો તમે બેંકનો પાસવર્ડ ભુલી ગયા છો. હવે પાસવર્ડને રિસેટ કરવા માટે તમે જ્યારે બેંકની વેબસાઇટ પર Forget password લિંક ક્લિક કરશો ત્યારે ક્લિક કરતાની સાથે ઇમેલ આઇડીની જગ્યાએ ફેસબુક પેજ પર તમારી પ્રોફાઇલની સાથે કનેક્ટ થઇને રિડાયરેક્ટ કરશે.     

BLOG COMMENTS POWERED BY DISQUS
Sign up via our free email subscription service to receive notifications when new information is available.
{loadposition tab-1}
{loadposition tab-2}