Xiaomi Mi 6 સ્માર્ટફોન લોન્ચ, જાણો શું છે ખાસ

Technology

ચીની ટેક્નોલૉજી કંપની Xiaomi ચીનમાં એક ઇવેન્ટ દરમિયાન પોતાના ફ્લેગશિપ સ્માર્ટફોન Xiaomi Mi 6 લોન્ચ કર્યો છે. આ સ્માર્ટફોનમાં Qualcomm Snapdragon 835 પ્રોસેસરની સાથે 6GB રેમ અને ડ્યુઅલ રિયર કેમેરા પણ છે.તો જાણો બીજા સ્પેસિફિકેશન્સ:

 

Xiaomi Mi 6 ને 3 વેરિયન્ટ્સમાં લોન્ચ કરવામાં આવ્યો છે. એક વેરિયન્ટમાં 6GB રેમની સાથે 64GB સ્ટોરેજ છે, બીજા વેરિયન્ટમાં 6GB રેમની સાથે 128GB સ્ટોરેજ આપવામાં આવી છે. 64GB સ્ટોરેજ ધરાવતા સ્માર્ટફોનની કિંમત 23500 રૂપિયા અને 128GB સ્ટોરેજ ધરાવતા સ્માર્ટફોનની કિંમત 27000 રૂપિયા છે. ત્રીજા વેરિયન્ટનું નામ Mi 6 સિરામિક રાખવામાં આવ્યું છે. જેની ચારે બાજુ કર્વ્ડ સિરામિક બૉડી  અને 18k ગોલ્ડ પ્લેટેડ રિમ્સ છે. જેની કિંમત 28000 રૂપિયા રાખવામાં આવી છે. જેમાં GB રેમની સાથે 128GB સ્ટોરેજ આપવામાં આવી છે. 28 એપ્રિલથી ચીનમાં આ ફોનનું વેચાણ શરૂ થશે પરંતુ ભારતમાં ક્યારે લોન્ચ થશે તે અંગે ઇવેન્ટમાં કોઇ માહિતી આપવામાં આવી નથી.

 સ્પેસિફિકેશન્સ

આ સ્માર્ટફોનમાં કંપનીએ 2.45 GHz Qualcomm Snapdragon 835 પ્રોસેસરની સાથે 6GB રેમ આપી છે. Xiaomi Mi 6માં 5.15 ઇંચની ફૂલ HD ડિસ્પ્લે છે જેનું રિઝલ્યુશન 1080 x 1920 પિક્સલ છે. આ સ્માર્ટફોનમાં કંપની ચારે તરફ 3D  ગ્લાસ ફિચર આપ્યું છે જેનાથી તે પ્રીમિયમ લાગ છે.

કંપનીએ 3.5mm હેડફોન જેક નથી આપ્યો પરંતુ USB ટાઇપ-સી આપવામાં આવ્યું છે જેમાં ઑડિયો પણ તેની મદદથી સાંભળી શકાશે.

સ્માર્ટફોનમાં ડ્યુઅલ રિયર કેમેરા છે જેમાં 12 મેગાપિક્સલના 2 કેમેરા આપવામાં આવ્યા છે. એક કેમેરામાં વાઇડ એન્ગલ લેન્સ છે જ્યારે બીજો 12 મેગાપિક્સલ ટેલિફોટો સેન્સર છે. ફ્રન્ટ કેમેરો 8 મેગાપિક્સલનો છે.

ક્નેક્ટિવિટીની જો વાત કરવામાં આવે તો Xiaomi Mi 6 4G,WiFi, Bluetooth v5.0, USB Type C, NFC  અને GPS આપવામાં આવ્યા છે. આ સ્માર્ટફોનમાં 3350mAh બેટરી આપવામાં આવી છે.

BLOG COMMENTS POWERED BY DISQUS
Sign up via our free email subscription service to receive notifications when new information is available.
{loadposition tab-1}
{loadposition tab-2}