એપલનો આ iPhone મળી રહ્યો છે માત્ર 20,000 રૂપિયામાં

Technology

એપલના ઓથોરાઇઝ્ડ ઑફલાઇન રીટેલર્સ 4 ઇંચના iPhone SEના 16GB મૉડલને 19,999 રૂપિયામાં વેચી રહ્યા છે.જ્યારે 64GB મૉડલને 25,999 રૂપિયામાં ખરીદી શકાશે. આ ભાવ ઘટાડો ઑફરનો ભાગ છે. જેના હેઠળ યૂઝર્સને ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડના ઉપયોગ કરવા પર iPhone SE ખરીદવા પર 5000 રૂપિયાનું કેશબેક મળશે.

 

સૂત્રોનુસાર એપલ iPhone SEની ઓફિશિયલ કિંમતમાં કોઇ ઘટાડો નથી. 16GBના વેરિયન્ટની કિંમત 39,00 રૂપિયા અને 64GB વેરિયન્ટની કિંમત 44,000 રૂપિયા છે. તે હિસાબે જોવાઇ રહ્યુ છે કે રિટેલર ખૂબ જ ડિસકાઉન્ટ આપી રહ્યા છે. તેથી ખ્યાલ આવે છે કે કંપની ફાઇન્સિયલ યરનો અંત હોવાથી રેવન્યુ વધારવા ઇચ્છે છે. iPhone SEના 16GBના વેરિયન્ટની પાછલા દિવસોમાં 27,000 થી 29,000 રૂપિયામાં મળતો હતો. હવે રિટેલર્સ તેને 24,999માં રૂપિયામાં વેચી રહ્યા છે અને ઉપરથી 5000 રૂપિયાનું કેશબેક આપી રહ્યા છે. આ રીતે મોડલ 19,999 રૂપિયામાં ખરીદી શકાશે.iPhone SEની આ ઑફર 31 માર્ચ સુધી રહેશે.


કેશબેક તમારા એકાઉન્ટમાં 90 દિવસોમાં પરત કરવામાં આવશે. iPhone SEની કેશબેક ઑફરને અમેરિકન એક્સપ્રેસ કાર્ડના યૂઝર્સ લાભ નહી ઉઠાવી શકે અને સાથે જ EMIથી લેવા પર પણ આ કેશબેક નહીં મળે.

BLOG COMMENTS POWERED BY DISQUS
Sign up via our free email subscription service to receive notifications when new information is available.
{loadposition tab-1}
{loadposition tab-2}