રિલાયન્સ જિયોને લઈને બહાર આવ્યો ચોંકાવનારો રિપોર્ટ : પ્રતિસ્પર્ધીઓની ઉડી જશે ઊંઘ

Technology

રિલાયન્સ જિયો એપ્રિલથી પોતાની ફ્રી સેવા બંધ કરવા જઇ રહી છે અને હવે ગ્રાહકોએ રૂપિયા ચુકવવા પડશે, પરંતુ તે પછી પણ કંપની સાથે ગ્રાહકો જોડાઇ રહેશે. બ્રોકરેજ ફર્મ બર્નસ્ટીન દ્વારા એક રિપોર્ટમાં આ જાણકારી સામે આવી છે. બર્નસ્ટીન એક વૉલ સ્ટ્રીટ સંશોધન અને બ્રોકરેજ કંપની છે.

 

રિપોર્ટ અનુસાર, 'અમને એવું હતું કે કેટલાય લોકોએ જિયોની ફ્રી ઑફરને અપનાવી છે પરંતુ તેની કૉલ ક્વૉલિટીથી ખુશ નથી જેથી જ્યારે કંપની ફી વસૂલ કરશે ત્યારે ઘણાં ગ્રાહકો જિયોનું નેટવર્ક ચેન્જ કરી દેશે. પરંતુ અમને જાણવા મળ્યું તે તેનાથી તદ્દન વિપરિત છે. ગ્રાહક વફાદારીના મામલામાં જિયો સૌથી આગળ છે અને પહેલેથી હાજર પ્રતિસ્પર્ધી કંપનીઓની સરખામણીએ ગ્રાહક સેવા, ડેટા કવરેજ, ડેટા સ્પીડ અને હેન્ડસેટની ચોઇસની મામલામાં જિયો આગળ છે.'

રિપોર્ટ અનુસાર, '67% યૂઝર્સનુ કહેવું છે કે તેમનુ જિયો સિમ સેકેન્ડરી છે, જ્યારે તેમાંથી કુલ 63% યૂઝર્સનુ કહેવું  છે કે તે લોકોની જિયોને પ્રાઇમરી નેટવર્ક બનાવવાની યોજના છે. 28% યૂઝર્સ જિયોને એકસ્ટ્રા સિમ તરીકે ઉપયોગ કરતા રહેશે અને માત્ર 2% યૂઝર્સ જિયોની સેવા પર ફી વસુલવામાં આવશે તે પછીથી ઉપયોગ કરવાનો બંધ કરી દેશે.'

 

BLOG COMMENTS POWERED BY DISQUS
Sign up via our free email subscription service to receive notifications when new information is available.
{loadposition tab-1}
{loadposition tab-2}