JIO ફ્રી ઑફર ઉપયોગ કરનારા યુઝર્સ માટે આવ્યાં મોટાં સમાચાર

Technology

ટેલિકોમ ટ્રિબ્યૂનલે ગુરૂવારે દૂરસંચાર નિયામક પ્રાઘિકરણ(ટ્રાઇ)ને રિલાયન્સ જિયોના ફ્રી પ્રમોશનલ ઑફરની ફરી તપાસ કરવા માટે કહ્યુ છે. જોકે આ ઑફર પર કોઇ પ્રતિબંધ લગાવવામાં આવ્યો નથી. સૂત્રોનુસાર દૂરસંચાર વિવાદ દૂર કરવા અને અપીલીય ન્યાયાધિકરણ(ટીડીસેટ)ને દૂરસંચાર નિયામક પ્રાઘિકરણ(ટ્રાઇ)ને મુદ્દાઓની ફરી તપાસ કરવાની અને બે અઠવાડિયામાં રિપોર્ટ આપવા માટે નિર્દેશ કર્યો છે.

 

નવી કંપની રિલાયન્સ જિયોએ વર્ષ 2016ના સપ્ટેમ્બરમાં ફ્રી કૉલિંગ અને ડેટા પ્લાન લોન્ચ કર્યા હતા.આ પ્લાનને 31 માર્ચ સુધી લંબાવવામાં આવ્યો છે. આ ઑફર લંબાવતા ભારતીય એરટેલ અને આઇડિયા સેલ્યુલરે રિલાયન્સ જિયોની સામે 90 દિવસથી વધુ પ્રમોશનલ ઑફર આપવા માટે ટેલિકોમ ટ્રિબ્યૂનલમાં ફરિયાદ કરી હતી. પરંતુ ટ્રિબ્યૂનલે આ ઑફરને રોકવા માટે કોઇ આદેશ આપ્યો નથી.

ઉલ્લેખનીય છે કે રિલાયન્સ જિયોએ માત્ર 170 દિવસોમાં 10 કરોડથી વધારે યૂઝર્સનો આંકડો પાર કરી દીધો છે. કંપનીના ચેરમેન મુકેશ અંબાણીએ મંગળવારે નવા પ્લાનની જાહેરાત કરી હતી. જિયોની ફ્રી વોઇસ કૉલિંગ સેવા અને ડેટા સર્વિસ પૂરી થયા બાદ પણ એપ્રિલમાં રિલાયન્સ જિયો ફ્રી વોયસ કૉલ અને રાષ્ટ્રીય રોમિંગની સુવિધા આપશે.

 

 

BLOG COMMENTS POWERED BY DISQUS
Sign up via our free email subscription service to receive notifications when new information is available.
{loadposition tab-1}
{loadposition tab-2}