રિલાયન્સ જિયોને આપી BSNLએ ચેલેન્જ, 339 રૂપિયામાં 180GB 3G ડેટા

Technology

રિલાયન્સ જિયોને ટક્કર આપવા માટે સરકારી કંપની ભારતીય સંચાર નિગમ લિમિટેડે એક નવા પ્લાનની જાહેરાત કરી છે જેમાં 339 રૂપિયાના રિચાર્જમાં દિવસમાં 2GB 3G ડેટાની સાથે અનિલિમિટેડ કૉલિંગની સુવિધા પણ આપવામાં આવશે. જોકે અનિલિમિટેડ કૉલિંગની સુવિધા માત્ર બીએસએનએલના નેટવર્ક પર મળશે.

 

બીએસએનએલના એક નિવેદન અનુસાર, 339 રૂપિયાના કોમ્બો સ્પેશિયલ ટેરિફ પ્લાનમાં યૂઝર્સને અનિલિમિટેડ કૉલિંગની સુવિધા પણ આપવામાં આવશે અને તે સિવાય 28 દિવસો સુધી દરરોજ 2GB 3G ડેટા આપવામાં આવશે. આ ઑફર 90 દિવસો એક્ટિવ રહેશે.

આ ઑફરને સિલેક્ટ કરનારા યૂઝર્સને બીએસએનએલના નેટવર્ક સિવાયના નેટવર્ક પર કોલ કરવા માટે દરરોજના 25 ટોકટાઇમ મિનિટ ફ્રી આપવામાં આવશે. ત્યારબાદ દરેક કોલ માટે 25 પૈસા પ્રતિ મિનિટનો ચાર્જ લેવામાં આવશે. બીએસએનએલ તેના આ પ્લાન માટે દાવો કર્યો છે આજની તારીખમાં ઇન્ડસ્ટ્રીમાં આ ઑફર સૌથી સારી છે.

BLOG COMMENTS POWERED BY DISQUS
Sign up via our free email subscription service to receive notifications when new information is available.
{loadposition tab-1}
{loadposition tab-2}