feed-image

બ્રૉડબેન્ડ સેગમેન્ટમાં રિલાયન્સ જિયોની એન્ટ્રીને ટક્કર આપવા માટે એરટેલે પોતાના બ્રૉડબેન્ડ પ્લાન્સ પર 1000GB સુધી બોનસ ડેટા આપવાની જાહેરાત કરી છે. એરટેલની ઑફર 899 રૂપિયામાં 750GB બોનસ ડેટાથી શરૂ થાય છે. 1000GB નો ફ્રી ડેટા 4 અન્ય પ્લાન્સની સાથે મળશે જે 1099 રૂપિયા, 1299 રૂપિયા, 1499 રૂપિયા અને 1799 રૂપિયાના છે.

રિલાયન્સ જિયોને ટક્કર આપવા માટે વોડાફોન ઇન્ડિયાએ પોતાના પ્રીપેડ કસ્ટમર્સ માટે નવા વૉયસ કૉલ અને ડેટા પ્લાન્સ લોન્ચ કર્યા છે. જે હેઠળ કંપનીએ 2 કેટેગરીમાં 3 પ્લાન લોન્ચ કર્યા છે. જેની કિંમત 19 રૂપિયાથી શરૂ થશે. આ પ્લાનમાં અનલિમિટેડ કૉલિંગ અને ડેટા બંને આપવામાં આવશે.

સોશ્યલ મીડિયા વેબસાઇટ ફેસબુકએ લાઇવ વીડિયોમાં એક ખાસ ફિચર એડ કર્યુ છે. આ નવા ફિચરમાં જ્યારે યૂઝર્સ લાઇવ બ્રૉડકાસ્ટ કરશે તે સમયે પોતાના ફ્રેન્ડ્સને પણ ઇન્વાઇટ કરી શકશે. જેમકે, જો તમે ફેસબુક લાઇવ કરી રહ્યા છો અને ઇચ્છો છો કે તમારાથી હજારો કિલોમીટર દૂર રહેતો ફ્રેન્ડ તમારા ફેસબુક લાઇવમાં શામેલ થાય તો તે સંભવ છે.

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા પાસેથી મંજૂરી મળ્યા બાદ ડિજિટલ ટ્રાન્ઝેક્શનની સુવિધા આપનાર paytmએ આજે પોતાની પેમેન્ટ્સ બેન્ક લોન્ચ કરી છે. બેંક પોતાના કસ્ટમર્સને ડિપોઝિટ પર 4% વ્યાજની સાથે કેશબેક આપશે. જે હેઠળ તમે paytm બેંક એકાઉન્ટમાં 25000 રૂપિયાની ડિપોઝિટ કરો છો, તો તેના પર 250 રૂપિયાનું કેશબેક મળશે. આ સિવાય ઑનલાઇન ટ્રાન્ઝેક્શન પર પણ કોઇ ચાર્જીસ નહી લાગે. paytm બેંક હોલ્ડર્સે  મિનિમમ બેલેન્સ રાખવુ પણ ફરજિયાત નથી.

More Articles...

Sign up via our free email subscription service to receive notifications when new information is available.
{loadposition tab-1}
{loadposition tab-2}