28 માર્ચથી શરૂ થશે ચૈત્ર મહિનાની નવરાત્રિ, જાણો શુભ મૂહૂર્ત

Religion

ચૈત્ર શુક્લ પક્ષના નવરાત્રિની સાથે જ હિંદુ નવસંવત્સર શરૂ થઇ જાય છે. જેની શરૂઆત 28 માર્ચથી થશે. ચૈત્ર મહિનામાં આવનારા આ નવરાત્રિને વાર્ષિક નવરાત્રિ પણ કહેવામાં આવે છે. નવ દિવસો સુધી માં દુર્ગાના નવ સ્વરૂપની થતી આ અરાધના વર્ષમાં બે વખત કરવામાં આવે છે. એક નવરાત્રિ ચૈત્ર મહિનામાં અને બીજી નવરાત્રિ આસો મહિનામાં મનાવવામાં આવે છે.28 માર્ચથી શરૂ થનારી આ ચૈત્ર નવરાત્રિ પાંચ એપ્રિલ સુધી ચાલશે.

 

28 માર્ચ: નવરાત્રિના પહેલા દિવસે માં શૈલપુત્રીની અરાધના કરવામાં આવે છે. આ દિવસે મૂહૂર્ત સવારે 8:26 થી 10:24 સુધીનું રહેશે. પૂજામાં ચમેલીના ફુલ અર્પણ  કરવું શુભ માનવામાં આવે છે.

29 માર્ચ: નવરાત્રિના બીજા દિવસે બ્રહ્મચારિણી દેવીની પૂજા કરવામાં આવે છે અને તેમની પૂજામાં પણ ચમેલીના ફુલ અર્પણ  કરવું શુભ માનવામાં આવે છે.


30 માર્ચ: નવરાત્રિના ત્રીજા દિવસે ચન્દ્રઘંટા દેવીની પૂજા કરવામાં આવે છે. આ દેવીને પણ ચમેલીનું ફૂલ પસંદ હોવાથી તે ફૂલ અર્પણ કરવામાં આવે છે.

31 માર્ચ: નવરાત્રિના ચોથા દિવસે માં દુર્ગાના ચૌથા રૂપ દેવી કૂષ્માંડાની પૂજા કરવામાં આવે છે. તેમને લાલ રંગના ફૂલો પસંદ છે.

1 એપ્રિલ: નવરાત્રિના પાંચમા દિવસે માતા સ્કંદમાતાની પૂજા કરવામાં આવે છે તેમણે માતા પાર્વતીના નામથી પણ ઓળખવામાં આવે છે. તેમણી પૂજામાં લાલ રંગના ફૂલનું અર્પણ કરવું શુભ માનવામાં આવે છે.

2 એપ્રિલ: નવરાત્રિના છઠ્ઠા દિવસે કાત્યાયની માતાની પૂજા કરવામાં આવે છે તેમણી પૂજામાં ખાસ કરીને ગુલાબના ફૂલનું અર્પણ કરવું શુભ માનવામાં આવે છે.

3 એપ્રિલ: નવરાત્રિના સાતમા દિવસે કાલરાત્રિ માતાની પૂજા કરવામાં આવે છે. જેણે રાતરાણીનુ ફૂલ પસંદ છે.


4 એપ્રિલ: નવરાત્રિના આઠમાં દિવસે મહાગૌરી માંની પૂજા કરવામાં આવે છે. આ દિવસે કેટલાંક લોકો કન્યાની પૂજા પણ કરે છે.

5 એપ્રિલ: નવરાત્રિના અંતિમ દિવસે રામ નવમી હોય છે. આ દિવસે પૂજાનું મુહૂર્ત સવારે 11: 09 થી 1: 38 સુધીનું છે.


BLOG COMMENTS POWERED BY DISQUS
Sign up via our free email subscription service to receive notifications when new information is available.
{loadposition tab-1}
{loadposition tab-2}