વેલ, દરેક ગર્લ્સ ફૉલો કરવી જોઇએ ફેશન આ ટ્રિક્સ

Health & Beauty

ફેશન માટે દરેક ગર્લ્સ એટલી ક્રેઝી હોય છે જેના માટે કંઇકને કંઇક એક્સપરિમેન્ટ પણ કરતી રહેતી હોય છે. લેટેસ્ટ આઉટફિટ્સ, ફૂટવેર, જ્વેલરી અને મેકઅપ ગર્લ્સ માટે પરેશાનીનું કારણ પણ બની શકે છે.

 

તમારે ક્યાંય બહાર જવાનું હોય અને કપડા ચૂંથાયેલા હોય કે પછી પાર્ટીમાં ફેવરિટ ડ્રેસ પર ડ્રિન્ક પડી જાય ક્યાં તો કપડાની સાથે જ્વેલરી મેચિંગના હોય જેવી પરેશાનીઓને કારણે અન્જોય કરી નથી શકતા. ફેશનથી જોડાયેલા એવા જ કેટલાય જુગાડ વિશે તમને જરૂરથી ખબર હોવી જોઇએ, જેનાથી તમારા કામ સહેલાઇથી થઇ શકે...

  • પાર્ટીમાં જ્યારે તમે તમારો ફેવરિટ ડ્રેસ પહેર્યો હોય અને તેના પર જો ડ્રિન્ક પડે તો ડાઘથી બચવા માટે ટિશ્યુ પેપરને વોડકામાં પલાળીને ડાઘને સાફ કરી દો.
  • જ્વેલરીને ઘર પર સહેલાઇથી ચમકાવવા માટે કે સાફ કરવા માટે ¼ કપ બેકિંગ સોડા અને 2 ચમચી પાનીને મિક્સ કરીને પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને સ્પંજની મદદથી સોના અને ચાંદીના ઘરેણા પર હલ્કા હાથે સાફ કરો અને સુકવી દો.
  • પર્સ, બેગ, જેકેટ અથવા તો કોઇ ડ્રેસની ચેન ખરાબ થઇ ગઇ હોય તો ઘરમાં પડેલી ગ્રેફાઇટ પેન્સિલને ચેન પર ઘસો અને આ કરવાથી ચેન ઠીક થઇ જશે.
  • ઑફિસ જવામાં મોડું થતુ હોય અને કપડા ચૂંથાયેલા હોય તો કપડા પર થોડુ પાણી નાખીને તેને બ્લો ડ્રાયરની મદદથી કપડા પરની કરચલીઓ દૂર કરી શકાય છે. કૉલર માટે હેર આર્યિનિંગ મશીનનો પણ ઉપયોગ કરી શકો છો.
  • કપડા પર જો ચ્યુંગમ ચોંટી જાય અને તો બરફના ટુકડાને લઇને તેના પર ઘસી લો. ચ્યુંગમ સહેલાઇથી કપડા પરથી દૂર થઇ જશે.
BLOG COMMENTS POWERED BY DISQUS
Sign up via our free email subscription service to receive notifications when new information is available.
{loadposition tab-1}
{loadposition tab-2}