એક્સપાયર્ડ બ્યૂટી પ્રોડક્ટસને ફેંકવાને બદલે આ રીતે કરો રિયૂઝ

Health & Beauty

મેકઅપ કરવો દરેક ગર્લ્સને પસંદ હોય છે. ગર્લ્સ પોતાને અક્ટ્રેક્ટિવ દેખાડવા માટે નવા નવા બ્યુટી પ્રોડક્ટસનો ઉપયોગ કરતી હોય છે. આ મેકઅપ પ્રોડક્ટસ વધારેમાં વધારે 6 મહિના સુધી યૂઝ કરવામાં આવે છે. ક્રીમ, લિપસ્ટિક અને કાજલનો યૂઝ રોજબરોજ કરવામાં આવે છે. પરંતુ મેકઅપની બીજી કેટલીય વસ્તુઓ હોય છે તે રેગ્યુલર યૂઝ કરવામાં નથી આવતી. જેને કારણે આ પ્રોડક્ટસની ડેટ એક્સપાયર્ડ થઇ જાય છે. જેને ના ઇચ્છતા હોવા છતાં ફેંકી દેવી પડે છે. પરંતુ તેમાંથી એવી કેટલીય પ્રોડક્ટસનો ઉપયોગ તમે ઘરેલુ કામમાં પણ કરી શકો છો.

 

મેકઅપ બ્રશ

બ્રશ એક્સયાયર થતા નથી પરંતુ વધારે યૂઝ કર્યા બાદ આ બ્રશ એકદમ કડક થઇ જાય છે જેને સ્કિન પર લગાવવામાં આવે તો તે વાગે છે. આ બ્રશને ફેંકવાની જગ્યાએ કી-બોર્ડ અને બીજી નાની-મોટી વસ્તુઓ સાફ કરવા માટે યૂઝ કરી શકાય છે.

પરફ્યુમ

પરફ્યુમ જો તમારા  કોઇ કામ ના આવતુ હોય અથવા તો તેનો બહુ યૂઝ કર્યો હોય તો તેનો યૂઝ રૂમ ફ્રેશનર અને બાથરૂમમાં કરી શકો છો. તમારા પંસદના ફૂલોના પરફ્યુમને તમે બોટલમાં રાખીને રૂમમા મૂકી શકો છો. જેના કારણે રૂમમાં પરફ્યુમની ફ્રેગરન્સ ફેલાઇ જશે.

ફેશિયલ ટોનર

ફેસને સાફ કરવા માટે ફેશિયલ ટોનરનો યૂઝ કરવામાં આવે છે. જો તેની ડેટ એક્સપાયર્ડ થઇ ગઇ હોય તો તેને ફેંકવાની બદલે બાથરૂમના ટાઇલ્સ, અરીસો સાફ કરી શકો છો. આ કરવાથી રૂપિયાની પણ બચત થશે અને ઘર પણ સાફ રહેશે.

આઇશેડો

આઇશેડોમાં કેટલાય રંગો હોય છે, જેનો યૂઝ નેલ પેઇન્ટ બનાવવા માટે કરી શકાય છે. આઇશેડોનો પાઉડરને એક ટ્રાન્સપરન્ટ નેલ પેઇન્ટની બોટલમાં મિક્સ કરી લો. આ રીતે અલગ-અલગ રંગોની કેટલીય નેલ પેઇન્ટ બનશે. નવી નેલ પેઇન્ટની ખરીદવાની અને ખરાબ આઇશેડોનો યૂઝ પણ થઇ જશે.

 

 

 

 

 

BLOG COMMENTS POWERED BY DISQUS
Sign up via our free email subscription service to receive notifications when new information is available.
{loadposition tab-1}
{loadposition tab-2}