સમરમાં કમ્ફર્ટ અને કૂલ સ્ટાઇલનો અનુભવ કરાવશે  કફતાન

Life

 કફ્તાન કુર્તી ફુલ કફતાન ગાઉનનું નવું વર્ઝન છે. જેને ઓફિસ વેર તેમજ પાર્ટી વેર તરીકે યુવતીઓ સરળતાથી ઉપયોગ પણ કરી શકે છે. પહેરવામાં થોડું લૂઝ એવા કફતાન ટાઇટ નથી હોતું  આથી સ્થૂળ શરીરની યુવતીઓ તેને ડેનિમ કે કેપ્રી સાથે જરૂર પહેરી શકે.

 કફ્તાન-સ્ટાઇલ પહેલાં માત્ર ગાઉનમાં જ જોવા મળતી હતી ત્યારે આટલી લોકપ્રિય નહોતી. પરંતુ હવે કફ્તાન-સ્ટાઇલ કુર્તી અને ટૉપ્સમાં પણ જોવા મળે છે. કફ્તાન-સ્ટાઇલ કુર્તી અને ટૉપમાં ઘણાખરાં હળવા એટલેકે ફ્લોઇંગ ફૅબ્રિક્સ જ વાપરવામાં આવે છે; જેમ કે શિફોન, જ્યૉર્જેટ અને નૅટ ફ્લોઇ ફૅબ્રિકમાં મળતાં હોવાથી પસંદગી માટેના ઘણા વિકલ્પ મળી  રહે છે. કુર્તી અને ટૉપ્સમાં પણ ઘણી વરાઇટી આવે છે; જેમ કે વન શૉલ્ડર, બટરફ્લાય સ્લીવ, કફ્તાન કુર્તી, કફ્તાન વિથ યોક, કફ્તાન વિથ આઉટ યોક, કફ્તાન વિથ ઍડ્જસ્ટેબલ ફિટિંગ વગેરે.

કફ્તાન મોટા એક લંબચોરસ કપડાના ટુકડામાંથી બનાવવામાં આવે કફ્તાનમાં નેકલાઇન હોય છે જેમાં ક્યારેક થોડું વર્ક કરવામાં આવેલું હોય છે. શૉલ્ડરથી ૮થી ૧૦ ઇંચ સુધી સિલાઈ કરવામાં નથી આવતી જેમાંથી હાથ સહેલાઈથી નીકળી શકે.


આ એક કફ્તાન-સ્ટાઇલ કુર્તી છે. આમ તો કફ્તાનમાં ફ્રી સાઇઝ જ હોય છે, પરંતુ અત્યારની કુર્તી સાઇઝ પ્રમાણે જ કફ્તાન કુર્તી બને છે. જેમાં નેકલાઇનમાં પણ ઘણાં વેરિએશન હોય છે અને સાથે વર્ક પણ આપવામાં આવે છે. આ કુર્તી લેગિંગ્સ કે જેગિંગ્સ અથવા સ્કિની જીન્સ સાથે જ સારી લાગશે. કફ્તાનમાં સાઇડમાં સિલાઈ માર્યા પછી જે ફૅબ્રિક બચે છે એને કાપવામાં નથી આવતું એટલે પર્હેયા પછી એ સાઇડ પરથી નીચે આવે છે. આવી કુર્તી તમારે કોઈ ડિનર માટે જતી વખતે પહેરવી હોય તો એની સાથે હાઈ હીલ્સ અને જો કૅઝ્યુઅલી પહેરવી હોય તો ફ્લૅટ બેલીસ ફૂટવેર યોગ્ય વિકલ્પ છે.


ઉપરાંત બટરફલ્યા કુર્તી કફતાન ટૉપમાં માત્ર કમર સુધી જ કફ્તાન-સ્ટાઇલિંગ આપવામાં આવે છે. આવાં ટૉપ્સ કૉલેજ જતી કિશોરીઓ તેમજ યુવતીઓમાં લોકપ્રિય બની રહે છે. આવાં ટૉપ્સ કોઈ પણ ડેનિમ સાથે સારાં લાગી શકે અથવા થ્રીફોર્થ લેગિંગ્સ કે જેગિંગ્સ સાથે પણ પહેરી શકાય.


ગરમીમાં  બાટિક કે બાંધણીના કફ્તાન કે પછી કફ્તાન ટૉપ્સ કે કુર્તી પહેરી શકાય. વરસાદની મોસમમાં ફ્લોઇ ફૅબ્રિક અને શિયાળામાં હોઝિયરીનાં કફ્તાન-ટૉપ્સ કે કુર્તી સારાં લાગી શકે. કફતાનની વિશેષતા એ છે કે આવા ડ્રેસ પ્રેગ્નન્ટ વુમન પણ પહેરી શકે. એ ખૂબ જ કમ્ફર્ટેબલ અને ખૂલતા હોવાથી હલનચલન કરવામાં સરળતા રહે છે.

 

BLOG COMMENTS POWERED BY DISQUS
Sign up via our free email subscription service to receive notifications when new information is available.
{loadposition tab-1}
{loadposition tab-2}