feed-image

ફાગણી પૂનમના પવિત્ર દિવસે ડાકોરના ઠાકોર રણછોડરાયજીના દર્શન કરવા માટે પગપાળા જતા ભાવિકોની સંખ્યામાં નોધપાત્ર વધારો થયો છે. જેમ જેમ પુનમ નજીક આવે છે તેમ-તેમ કૃષ્ણ ભક્તો પોતાના પરિવાર, મિત્રો સાથે દર વર્ષની જેમ આ વર્ષે પણ ડાકોરના ઠાકોર રણછોડરાયજીના દર્શન કરવા માટે ઉમટી પડયા છે.

છેલ્લા કેટલાક દિવસથી દેશમાં સામે આવેલી આતંકી પ્રવૃતિઓના પગલે ડાકોરના ભક્તિ માર્ગ પર તંત્ર તરફથી પોલીસ સુરક્ષાની સાથે મેડિકલ સુવિધા પણ વધારી દેવામાં આવી છે. બીજીતરફ કૃષ્ણ ભક્તોની ભક્તિ અને શ્રદ્ધામાં કોઈપણ કમી આવી નથી.

સ્વામીનારાયણ સંપ્રદાયના વડતાલ તાબાના રાજ્યમાં આવેલા 14 મંદિરોમાં આજથી હરીભક્તો ત્રણ દિવસ સુધી ધર્માદો જમા કરાવી શક્શે.

ખેડા જીલ્લાના વડતાલ ખાતે જૈન સમાજ દ્વારા સૌ પ્રથમવાર સ્વામીનારાયણ સંપ્રદાયનો ગ્રંથ શિક્ષાપત્રી સોનાના અક્ષરે લખવામાં આવ્યો છે. જેને વડતાલ મંદીરને અર્પણ કરવામાં આવ્યો હતો.

આજકાલ કૃષિમાં પણ ધરતીપુત્રો સંશોધન અને નવી તકનીકો અપનાવતા થયા છે. ત્યારે, પરંપરાગત ખેતીની સાથે ફૂલોની ખેતી પણ કરતાં થયા છે. ખેડાના કરમસદના ખેડૂતો પણ ફૂલોની ખેતી કરીને મબલખ કમાણી કરી રહ્યા છે.

ખેડાના વડતાલ સ્વામિનારાયણ મંદિરમા આજે ભાદરવા સુદ અગિયારસ જળ ઝીલણી એકાદશીનો સમયો ભરાયો હતો. જેમાં હજારોની સંખ્યામા ભાવિક ભક્તો શોભાયાત્રામા જોડાયા હતા.

More Articles...

Sign up via our free email subscription service to receive notifications when new information is available.
{loadposition tab-1}
{loadposition tab-2}