ગાંધીનગર: વિધાનસભામાં આર્થિક અનામત મુદ્દે કોંગ્રેસના ભાજપ પર પ્રહાર

Gandhinagar

સોમવારે વિધાનસભા ગૃહમાં ફરી એકવખત આર્થિક અનામતનો મુદ્દો ઉઠ્યો હતો. થોડા દિવસ અગાઉ ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાધાણીએ આર્થિક અનામતને ગેરબંધારણીય ગણાવી હતી. જેને પગલે કોંગ્રેસના દિગ્ગજ નેતા શંક્તિસિંહ ગોહિલે ભાજપની નિતિ પર પ્રહાર કર્યા હતા.

આજે વિધાનસભા ગૃહમાં અધ્યક્ષે જીતુ વાઘાણી દ્વારા આવુ નિવેદન ન અપાયુ હોવાનું જણાવતા હોબાળો મચ્યો હતો. કોંગ્રેસે મિડિયા સમક્ષ જણાવ્યુ હતુ કે, જીતુ વાધાણીએ આવુ નિવેદન કર્યુ છે. જેનો વિડીયો તેમની પાસે છે અને તેઓ મિડીયા સમક્ષ રજૂ કરશે. સામાપક્ષે ભાજપે પણ કોંગ્રેસના આક્ષેપને પાયાવિહોણા ગણાવ્યા હતા અને પડકાર ફેંક્યો હતો કે, કોંગ્રેસ પાસે વિડીયો હોય તો જાહેર કરી દે.

BLOG COMMENTS POWERED BY DISQUS
Sign up via our free email subscription service to receive notifications when new information is available.
{loadposition tab-1}
{loadposition tab-2}