feed-image

આણંદમાં રેલવે સ્ટેશન પરથી દોઢ માસ પૂર્વે બે વર્ષના બાળકનું અપહરણ કરી ભીખ મંગાવતી ટોળકીને રેલવે પોલીસે ઝડપી પાડી છે. સાથે જ અપહ્યત બાળકને મુક્ત કરાવી પાંચ આરોપીઓના રિમાન્ડ મેળવા છે.

આણંદ રેલવે મુસાફર ખાનામાંથી અપહરણ થયેલા બાળકની ભાળ મળતા પરિવારજનોને હાશકારો થયો હતો. જ્યારે પોલીસે બાળકનું અપહરણ કરનારાઓને ઝડપીને વધુ તપાસ શરૂ કરી છે. એલસીબી અને એસઓજીની સંયુક્ત ટીમોએ પાલેજ રેલવે સ્ટેશનેથી બાળકને મુક્ત કરાવ્યુ હતું.

આણંદમાં શક્કરીયા પકવતા ખેડૂતો આ સીઝનમાં નિરાશ થયા છે. ગત વર્ષ કરતા આ વખતે શક્કરીયાનો ભાવ ઓછો મળી રહ્યો છે. વળી ઉતાર પણ ઓછો થતાં ખેડૂતોને નિરાશ થવાનો વારો આવ્યો છે.

અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર આણંદના સામરખા પાસે લક્ઝરી બસ ભડભડ સળગી ઉઠતા અફડા તફડીનો માહોલ સર્જાયો. બસ ચાલકે સમય સુચકતા વાપરીને બસને રોડની સાઈડમાં ઉભી કરી દીધા હતા. તેમજ બસમાંથી મુસાફરોને ઉતારી દેતા જાનહાની ટળી હતી.

આણંદના વિદ્યાનગર ખાતે બાંકરોલ સીમમાં ગત રાતે ખેતરમાં એક પરીણિતાએ પોતાના બે સંતાનો સાથે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો છે. જેમાં પરીણિતા અને તેના 12 વર્ષના પુત્રનું મોત નિપજ્યુ છે. જ્યારે પુત્રીનો જીવ બચી ગયો છે.

More Articles...

Sign up via our free email subscription service to receive notifications when new information is available.
{loadposition tab-1}
{loadposition tab-2}