feed-image

અનેક વિધવા મહિલાઓને લોનની લાલચ આપીને છેતરપિંડી કરનાર ઠગ મહિલાને ગ્રામજનોએ પકડીને પાદરા પોલીસના હવાલે કરી છે. વડોદરાના પાદરા તાલુકાના જસપુર દાજીપુરા સેજાકુવા સહિત અન્ય 10 ગામોમાં લોન સહાય અને વિધવા સહાય આપવાના બહાને આ મહિલાએ અંદાજે 300થી વધુ લોકો સાથે ઠગાઇ કરી છે.

વડોદરા જીલ્લાના ડભોઈ તાલુકાના યાત્રાધામ ચાંદોદ અને કરનાળી ખાતે શ્રદ્ધાળુંઓએ ચૈત્રી બુધવારી અમાસની ઉજવણી કરી હતી.

વડોદરાના વાઘોડિયાની પારૂલ યુનિવર્સિટીના એન્જિનિરિંગના વિદ્યાર્થીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો છે. આગામી દિવસોમાં પરીક્ષાઓ આવી રહી છે ત્યારે માતાપિતાની મોબાઈલ નહી વાપરવાનુ કહેતા તેણે પોતાના ઘરે અંતિમ પગલુ ભર્યુ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

વડોદરાના વિવિધ વિસ્તારોમાં તંબુઓ તાણીને બિનઆરોગ્યપ્રદ કેરીનો રસ વેચતા વેપારીઓ પર આરોગ્ય વિભાગે કાર્યવાહી હાથ ધરી હતી. જે દરમિયાન 250 કિલો કેરીનો રસ, 150 કિલો કેરીઓ અને 50 લિટર જેટલી ચાસણીનો નાશ કર્યો હતો.

વડોદરા શહેરના સાકરદા ગામ નજીક બે દિવસ પૂર્વે LED ટીવી ભરેલો ટેમ્પો આંતરીને 157 જેટલા ટીવીની લુંટ ચલાવવામાં આવી હતી. આ મામલે પોલીસે 9 આરોપીની ધરપકડ કરીને મુદ્દામાલ કબ્જે કર્યો છે.  

અમદાવાદ થી બરોડા ગણતરીના કલાકોમાં સરળતાથી પહોંચી શકાય તે માટે વર્ષો પહેલા અમદાવાદ થી બરોડા સુધી ફેઝ-1 માં એક્સપ્રેસ વે તૈયાર કરીને પ્રજા માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે તથા બીજા ફેઝમાં આ એક્સપ્રેસ-વેને બરોડાથી મુંબઇ સુધી તૈયાર કરવાનો છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી આ એક્સપ્રેસ લઇને  સરકાર અને ખેડૂતો વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે.

More Articles...

Sign up via our free email subscription service to receive notifications when new information is available.
{loadposition tab-1}
{loadposition tab-2}