feed-image

ગાડીનો વીમો ઓછો હોવા છતાં દસ્તાવેજ સાથે ચેડા કરી વધુ વીમો પકવી 82 લાખ રૂપિયાની ઉચાપત થવા મામલે આઠ લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

નવસારી જીલ્લાના જલાલપોર તાલુકામાં આવેલા માછીવાડ ગામે પતિ-પત્ની સરપંચ પર વિવિધ સરકારી યોજનાના નાણા ચાઉં કર્યાની ફરિયાદ થઈ છે.

એક તરફ સ્વચ્છતાની વાતો અને શૌચાલય બનાવવાના કામ ચાલે છે. બીજી તરફ નવસારીમાં આવેલી એક શાળામાં 500 વિદ્યાર્થીઓ વચ્ચે માત્ર એક મોબાઈલ શૌચાલય ઉપલબ્ધ છે.

ઉનાળાની શરૂઆત સાથે આંતરિયાળ વિસ્તારમાં પીવાના પાણી સાથે ખેતીની અને પશુપાલનની પ્રથમ જરૂરિયાત પાણીની સમસ્યાઓ ઉભી થતા લોકો વલખા માળતા હોય છે ત્યારે નવસારી જીલ્લાની ચીખલી તાલુકાના સાદડવેલ ગામેથી પસાર થતી કાવેરી નદી સુકીભટ થતા માનવજીવન સાથે ખેતી પર વિપરીત અસર થઇ છે.

મોડી રાતે ગાંધીધામથી બેંગ્લોર જઇ રહેલી ટ્રેનને મરોલી-નવસારી વચ્ચે કોઇ અજાણ્યા શખ્સોએ નિશાન બનાવી પથ્થરમારો કરતા પ્રવાસીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો. જ્યારે ટ્રેનના ડ્રાઇવરને માથાના ભાગે પથ્થર વાગતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. ઘટના સ્થળે દોડી આવેલી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

નવસારીના લાલવાણી બંધુઓ પાસે પાંચ કરોડની ખંડણી માંગવાના કેસમાં નવસારી પોલીસે એનઆરઆઈ સહિત વધુ બે શખ્સોની ધરપકડ કરી હતી. આ બન્ને શખ્સોને રેન્જ આઈજી દ્વારા મીડિયા સમક્ષ રજૂ કરવામાં આવ્યાં હતાં. સાથે જ બન્ને આરોપીઓ પાસેથી મળી આવેલા 9 મોબાઈલ, લેપટોપ સહિતના સ્માર્ટકાર્ડ અને પાસપોર્ટ સહિતની સામગ્રી રજૂ કરી હતી.

More Articles...

Sign up via our free email subscription service to receive notifications when new information is available.
{loadposition tab-1}
{loadposition tab-2}